દુબઈના બુર્જ ખલિફાને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સુકતા જોવા મળે છે. દુબઈ ફરવા જનાર પર્યટકો પણ આ ગગનચુંબી ટાવરની મુલાકાત લેવાનું કે તેની સાથે ફોટો પડાવવાનું ચૂકતા નથી. વારે તહેવારે આ બુર્જ ખલિફા પર સુંદર લાઈટિંગ કે વીડિયો ચલાવવામાં આવે છે, પણ શું તમને ખબર છે કે બુર્જ ખલિફા પર એક વીડિયો પ્લે કરવા પાછળ કેટલો ખર્ચ થાય છે? નહીં ને? ચાલો આજે તમને એ વિશે જણાવીએ…
તમારી જાણ માટે બુર્જ ખલીફા પર વીડિયો પ્લે કરવા માટેનો ખર્ચ થોડો વધારે જ હોય છે, એના અનેક કારણો જવાબદાર છે. સૌથી પહેલા તો એ કે આ દુનિયાની સૌથી ઊંચી ઈમારત છે અને એને કારણે જ લોકોનું ધ્યાન આ ઈમારત તરફ વધારે ખેંચાય એ સ્વાભાવિક છે.
જેને કારણે આ ઈમારત પર દેખાડવામાં આવેલી જાહેરાત કે એનાઉન્સમેન્ટ વધુમાં વધુ લોકો સુધી પહોંચે છે. આ જ કારણ છે કે બુર્જ ખલિફા પર વીડિયો પ્લે કરવા માટે મસમોટી રકમ ચૂકવવી પડે છે, જેના વિશે સાંભળીને ચોક્કસ જ તમારું મોઢું પહોળું થઈ જશે. ચાલો જાણીએ આ કિંમત વિશે…
આપણ વાંચો: Emirates Flight Smoke: ચેન્નાઈ થી દુબઈ જતી ફ્લાઇટમાં સર્જાઇ દુર્ઘટના, મુસાફરો સુરક્ષિત
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર જો તમને બુર્જ ખલીફા પર 3 મિનિટનો એક વીડિયો ચલાવવો હોય તો એ માટે 56 લાખ રૂપિયા ખર્ચવા પડશે. જોકે, આ રકમ સમય અને દિવસ પ્રમાણે ઓછી વધુ પણ હોઈ શકે છે.
ઈ ખાસ તહેવાર કે પ્રસંગે આ રકમ વધી પણ જાય છે. એટલું જ નહીં પણ બુર્જ ખલીફા પર વીડિયો ચલાવવા માટે પહેલાં પરવાનગી લેવી પડે છે. આ આખી પ્રક્રિયા ખૂબ જ જટિલ અને સમય માગી લેનારી છે. બુર્જ ખલીફા પર વીડિયો એડવર્ટાઇઝમેન્ટ દેખાડવા માટે લેટેસ્ટ અને હાઈ ક્વોલિટી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, એવો દાવો પણ રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો.
છે ને એકદમ જબરજસ્ત અને હટકે ઇન્ફોર્મેશન? તમે પણ તમારા મિત્રો સાથે આ માહિતી શેર કરીને એમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને?