AAP leaders addressing each  candidates astatine  a pre-election gathering  up  of Delhi Assembly predetermination  results. ANI Photo

નવી દિલ્હી: આવતી કાલે 8 ફેબ્રુઆરીના રોજ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર (Delhi Assembly predetermination result) થશે. મતદાન બાદ જાહેર કરવામાં આવેલા મોટાભાગના એક્ઝિટ પોલ ભાજપને બહુમતી મળવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે, જ્યારે સત્તાધારી આમ આદમી પાર્ટી(AAP)ને મોટી હાર મળી શકે છે. એવામાં AAPના વડા અને દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ભાજપ પર ગંભીર આરોપો(Kejriwal’s equine trading allegation) લગાવ્યા છે.

15 કરોડ અને પ્રધાન પદની ઓફર!
મતગણતરી પહેલા, AAPએ ભાજપ પર ઓપરેશન લોટસ ચલાવવામાં આરોપ લગાવ્યો છે. અરવિંદ કેજરીવાલે દાવો કર્યો કે રિઝલ્ટ પહેલા તેમના ઉમેદવારોને ભાજપમાં જોડાવા માટે ફોન આવી રહ્યા છે. કેજરીવાલના આરોપ મુજબ ઉમેદવારોએ 15-15 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી રહી છે. અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર લખ્યું કે બે કલાકમાં, અમારા 16 ઉમેદવારોને ફોન આવ્યા છે કે જો તેઓ AAP છોડીને BJPમાં જોડાઈ જશે, તો તેઓ તેમને પ્રધાન પદ આપવામાં આવશે.

AAPની બેઠક:
પાર્ટીના સૂત્રોએ જણાવ્યા મુજબ કે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા, AAPએ આજે તમામ 70 ઉમેદવારોની એક બેઠક બોલાવી છે, જેમાં પરિણામોના દિવસે પાર્ટીની તૈયારીઓ અને વિધાનસભ્યોના હોર્સ ટ્રેડિંગના આરોપો પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠક સવારે 11.30 વાગ્યે શરુ થશે.

એક્ઝિટ પોલ નકલી!
કેટલાક એક્ઝિટ પોલમાં ભાજપ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 55 થી વધુ બેઠકો જીતે તેવી આગાહી કરવામાં આવી છે. આ એક્ઝિટ પોલ અંગે કેજરીવાલે કહ્યું કે “આ નકલી સર્વેક્ષણો કેટલાક ઉમેદવારો પર દબાણ લાવવાના હેતુથી કરવામાં આવ્યા છે. પરંતુ અમારામાંથી એક પણ માણસ ઝૂકશે નહીં.”

Also read: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડધમ શાંત, અરવિંદ કેજરીવાલે કર્યો આટલી બેઠકોનો દાવો

ઉમેદવારે ખાતરી કરી:
દિલ્હીના પ્રધાન અને સુલતાનપુર માજરાથી ઉમેદવાર મુકેશ અહલાવતે ભાજપ તરફથી પક્ષ બદલવાની ઓફર મળ્યા હોવાની ખુલાસો કર્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું, “મને આ નંબર પરથી ફોન આવ્યો. મને કહેવામાં આવ્યું કે તેમની સરકાર બની રહી છે, અને જો હું AAP છોડીને તેમની સાથે જોડાઈશ તો તેઓ મને મંત્રી બનાવશે અને 15 કરોડ રૂપિયા આપશે. પરંતુ કેજરીવાલ અને AAP એ મને જે માન આપ્યું છે તેના કારણે, હું મારા મૃત્યુ સુધી ક્યારેય મારી પાર્ટી છોડીશ નહી.”

સંજય સિંહનો પણ દાવો:
AAP નેતા સંજય સિંહે પણ દિવસની શરૂઆતમાં આવા જ આરોપો લગાવ્યા હતા અને કહ્યું હતું કે, “આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ભાજપે પરિણામો પહેલા જ પોતાની હાર સ્વીકારી લીધી છે.”

ભજપનો જવાબ:
આ આરોપો અંગે ભાજપે વળતો પ્રહાર કર્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે AAP રાજ્યસભાના સાંસદ સંજય સિંહે પોતાનું નિવેદન પાછું ખેંચવું જોઈએ. જો તેઓ પોતાનું નિવેદન પાછું નહીં ખેંચે તો ભાજપ તેમને કાયદાકીય નોટિસ ફટકારશે. વીરેન્દ્ર સચદેવાએ સંજય સિંહને એમ પણ કહ્યું કે તેઓ એ ન ભૂલે કેજરીવાલ પહેલાથી જ માનહાનિના કેસનો સામનો કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને