બોલીવૂડ એક્ટર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) છેલ્લાં કેટલાય સમયથી તેમના લગ્નજીવનમાં પડેલાં ભંગાણને કારણે ચર્ચામાં રહે છે. અભિષેક-ઐશ્વર્યાના લગ્નજીવનમાં પડેલાં ભંગાણ માટે લોકો બી-ટાઉનની એક્ટ્રેસ નિમ્રત કૌરને જવાબદાર ઠેરવી રહ્યા છે, પરંતુ નિમ્રતે પોતાની સાઈડ ક્લિયર કરતાં આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. આ બધી રામાયણ વચ્ચે ઐશ્વર્યા રાય-બચ્ચનનું મંગળસૂત્ર ચર્ચામાં આવ્યું છે અને લોકો એની કિંમત વિશે ચર્ચા કરી રહ્યા છે. આવો તમને જણાવીએ શું છે આખો કિસ્સો-
વાત જાણે એમ છે કે ઐશ્વર્યા રાયને અભિષેક બચ્ચને લગ્નમાં 45 લાખ રૂપિયાની કિંમતનું મોંઘુદાટ મંગળસૂત્ર પહેરાવ્યું હતું અને ઐશ્વર્યાએ ખુદ આ મંગળસૂત્ર પર કામ કર્યું છે. ડબલ લેયર્ડ પર્લ સ્ટ્રિંગવાળા મંગળસૂત્રમાં હીરાનું પેન્ડન્ટ અટેચ્ડ કરવામાં આવ્યું હતું. પરંતુ ઐશ્વર્યાએ આ મોંઘાદાટ મંગળસૂત્રનો હૂલિયો જ બદલી નાખ્યો છે. હવે તમને પણ એ જાણવાની તાલાવેલી થઈ ગઈ ને કે ડિવોર્સની અફવા વચ્ચે ઐશ્વર્યાએ મંગળસૂત્ર સાથે એવું તે શું કર્યું?
એક રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર ઐશ્વર્યાએ 2011માં દીકરી આરાધ્યાના જન્મ બાદ આ સુંદર મોંઘા, લક્ઝુરિયસ મંગળસૂત્રનું મેકઓવર કરી નાખ્યું છે. ઐશ્વર્યા નહોતી ઈચ્છતી આ ભારે મંગળસૂત્ર આરાધ્યાને કોઈ નુકસાન પહોંચાડે કે તે એને કારણે પોતાની દીકરીને ખોળામાં રમાડી ના શકે. આ જ કારણે ઐશ્વર્યાએ તેની લંબાઈ ઓછી કરાવીને તેને સિંગલ સેરવાળું કરાવી દીધું હતું.
આ પણ વાંચો :Aishwarya Bachchan અને Abhishek Bachchanને લઈને આવી મહત્ત્વની અપડેટ, જાણી લો શું છે?
સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાના આ મંગળસૂત્રના ફોટો વાઈરલ થઈ રહ્યા છે અને લોકો જાત-જાતની કમેન્ટ્સ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા અને અભિષેકના લગ્ન 2007માં થયા હતા અને તેમના લગ્નમાં નજીકના મિત્રો અને પરિવારના લોકોએ જ હાજરી આપી હતી. 2011માં કપલે દીકરી આરાધ્યાને જન્મ આપ્યો હતો, પરંતુ છેલ્લાં કેટલાક સમયથી કપલ વચ્ચે કંઈ ઠીક નથી ચાલી રહ્યું એવી ચર્ચા ચાલી રહી