ગુજરાતમાં(Gujarat) હવે ગુલાબી ઠંડીની શરૂઆત થઈ છે. જેમાં હવે રાત્રે અને વહેલી સવારે વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે. તેમજ ઘીરે ઘીરે હવે રાજ્યના અનેક શહેરોના લધુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. જેમાં રાજ્યમાં રવિવારે મોટાભાગના શહેરોમાં લધુત્તમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ નોંધાયુ છે. જેમાં ગાંઘીનગરમાં લધુત્તમ તાપમાન 15. 8 ડિગ્રી નોંધાતા ઠંડીનો ચમકારો અનુભવાયો છે. જેમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની અસર ગુજરાત ઉપર પડી રહી છે. જેના લીધે આગામી દિવસોમાં ઠંડીના પ્રમાણમાં વધારો થશે.
અમદાવાદમાં લધુત્તમ તાપમાન 18. 5 ડિગ્રી
અમદાવાદ શહેરમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જેમાં વહેલી સવારે અને સાંજ પછી શિયાળાની ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જ્યારે વહેલી સવારે એકદમ ઠંડીનો ચમકારાનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે શિયાળો જામી ગયો હોય એવું લાગી રહ્યું છે. જોકે, બપોરના સમયે હજી પણ ગરમી અનુભવાય છે. જેમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 33.8 ડિગ્રી અને લધુત્તમ તાપમાન 18.5 ડિગ્રી નોંધાયુ છે.
ગાંધીનગરમાં લઘુતમ તાપમાન 15. 8 ડિગ્રી
હાલ છેલ્લા અઠવાડિયામાં રાજ્યમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. રવિવારે દિવસ દરમિયાન 15.8 ડિગ્રીથી લઈને 25.4 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું હતું. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં 15.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે રાજ્યનું સૌથી નીચું તાપમાન હતું. જ્યારે ઓખામાં 25.4 ડિગ્રી લઘુતમ તપામાન નોંધાયું હતું.
ડિસેમ્બર કડકડતી ઠંડીની આગાહી
રાજ્યમાં ડિસેમ્બર મહિનો શરૂ થવાના આડે થોડા દિવસો બાકી છે ત્યારે મોટાભાગે ડિસેમ્બર મહિનામાં શિયાળાની ઠંડી પડવાનું શરું થતું હોય છે. ત્યારે હવામાન વિભાગ પ્રમાણે ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની અસર ગુજરાત ઉપર પડી રહી છે. અને ઠંડા પવનો પણ ફૂંકાવવાનું શરું થશે. જેની આગામી દિવસોમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાનું શરું થઈ જશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને