રાજકોટ: ગુજરાત(Gujarat) પોલીસે રાજ્યમાં ગેરકાયદે દારૂની હેરાફેરી કરનારાઓ દ્વારા છુપાયેલો દારૂ શોધવા માટે નવી યુક્તિ અપનાવી છે. જેમાં પોલીસે 18 મહિનાના બે લાબ્રાડોર્સ અડ્રેવ અને કેમરી શ્વાનને દારૂ શોધવા માટે તાલીમ આપી છે. ગત સપ્તાહે રાજકોટની ઢેબર કોલોનીમાં અડ્રેવ શ્વાને પ્રથમ વખત દારૂ શોધ્યો હતો. ભક્તિનગર પોલીસ અડ્રેવને તે વિસ્તારમાં લઈ ગઈ હતી. એડ્રેવની ઓળખના આધારે કથિત દારૂની હેરાફેરી કરનાર કવિતા સોલંકી સામે કેસ નોંધવામાં આવ્યો છે. જેની તપાસ ચાલી રહી છે.
કેમરી શ્વાનને રાજસ્થાનની સરહદે બનાસકાંઠામાં તૈનાત કરવામાં આવ્યો છે. જ્યાં ગેરકાયદે દારૂનું નિયમિતપણે રોડ દ્વારા પરિવહન થાય છે. નવ મહિનાની તાલીમ પછી, એડ્રેવ અને કેમરી દારૂ અને તેની ગંધ દ્વારા કોઈ પણ પદાર્થને ઓળખીને પોલીસકર્મીઓને સંકેત આપે છે. એડ્રેવ અને કેમરીને ગુજરાત પોલીસની ડોગ ટ્રેનિંગ સ્કૂલમાં કર્નલ ચંદનસિંહ રાઠોડ
દ્વારા તાલીમ આપવામાં આવી છે.
અડ્રેવ ઘર, કાર અને જમીનમાં છુપાયેલ વસ્તુ શોધે છે
અડ્રેવ એ પહેલો કૂતરો છે જે ઘર, કાર અને જમીનમાં છુપાયેલા સામાનને સરળતાથી શોધી શકે છે. દારૂની ગંધ અનુભવે છે અને તેના પંજા અથવા ભસવા દ્વારા ઓપરેટરને તેના વિશે ચેતવણી આપે છે. અડ્રેવની મદદથી ગુજરાત પોલીસને દારૂબંધીના કાયદાને અસરકારક રીતે લાગુ કરવામાં મદદ મળશે. પોલીસ ગેરકાયદે દારૂ સામે તેની કાર્યવાહી ઝડપી બનાવશે, જેનાથી દારૂની હેરાફેરી પર અંકુશ મેળવવો શક્ય બનશે.
આ પણ વાંચો : શિયાળુ પાકોની વાવણી કરનારા ખેડૂતો માટે ગુજરાત સરકારે જાહેરી કરી એડવાઈઝરી
દારૂ માફિયાઓ અને પોલીસ વચ્ચે વારંવાર સંતાકૂકડીનો ખેલ ચાલતો હોય છે. માફિયાઓ વારંવાર દારૂની હેરાફેરી કરવા માટે અનેક યુક્તિઓનો ઉપયોગ કરે છે. પરંતુ હવે પોલીસને અડ્રેવ અને કેમરીનનો ફાયદો થતો જણાય છે. ગુજરાત પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયના જણાવ્યા અનુસાર ભવિષ્યમાં પણ આ રીતે કૂતરાઓને તાલીમ આપવાની યોજના બનાવવામાં આવી રહી છે. રાજ્યભરમાં સેંકડો શ્વાનને તાલીમ આપીને તૈનાત કરવામાં આવશે.