Gujarat University volition  commencement  this caller   people   from the adjacent  world  session Image Source: Shiksha

અમદાવાદઃ ગુજરાત(Gujarat) યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર કમલજિત લખતરીયા સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં 4.09 કરોડ રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે, આરોપી પાસે 16 કરોડ રૂપિયાની રકમના ખર્ચના કોઈ પુરાવા નથી. ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાંચે પ્રોફેસર કમલજીત લખતરીયાની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : હવે આ ટ્રેનો પણ કાલુપુર સ્ટેશન પર નહીં આવેઃ પ્રવાસીઓ જાણી લો

ગુજરાત યુનિવર્સિટીના સેન્ટર ફોર પ્રોફેશ્નલ કોર્સમાં કાર્ટોગ્રાફર અજય દાસે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં એનિમેશન વિભાગમાં કો.ઓર્ડિનેડર તરીકે 29 ડિસેમ્બર 2015થી ચાર્જ સંભાળતા હતાં. જ્યારે તેઓ કોમ્પ્યુટર વિભાગમાં એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે તેમની પાસે વિદ્યાર્થીઓની ફી સહિતની વહિવટી ફરજો હતી.

કોટક મહિન્દ્રા બેંકની બ્રાંચમાં સાત ખાતા ખોલાવ્યા હતાં

એનીમેશન ડિપાર્ટમેન્ટમાં ખાનગી કંપનીઓ સાથે MOU થયા હતા. ખાનગી કંપનીઓને નોલેજ પાર્ટનર તરીકે રોકવામાં આવી હતી. એનિમેશન વિભાગમાં ફીની આવકના 30 ટકા ગુજરાત યુનિવર્સિટીને આપવાના હતા અને 70% એનિમેશન વિભાગને લેવાના હતા. યુનિવર્સિટીના નાણા સમયસર આપવાની જવાબદારી કો-ઓર્ડીનેટરની હતી. તેમણે ફાઈનાન્સનું મેનેજમેન્ટ કરવા માટે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અને વાઈસ ચાન્સેલરની એપૃવલ મેળવીને કલોલમાં કોટક મહિન્દ્રા બેંકની બ્રાંચમાં સાત ખાતા ખોલાવ્યા હતાં.

નાણાકીય ગેરરીતિ બદલ ફરજ મોકુફ કરવામાં આવ્યા

એનીમેશન ડિપાર્ટમેન્ટમાં ખાનગી કંપનીઓ સાથે કરાર થયા હતા. જેમાં વિદ્યાર્થીઓની કુલ ફીમાંથી 30 ટકા ગુજરાત યુનિવર્સિટી અને 70 ટકા એનિમેશન વિભાગને આપવાના હતાં. યુનિવર્સિટીના નાણા સમયસર આપવાની જવાબદારી કો-ઓર્ડીનેટર લખતરીયાની હતી.વર્ષ 2023માં કાર્યકારી ચીફ એકાઉન્ટન્ટ કનૈયા ઠાકરે તપાસ કરી ત્યારે એનિમેશન વિભાગના વ્યવહારોમાં ગેરરીતિ થઈ હોવાની જાણ થઈ હતી.આ અંગે યુનિવર્સિટી દ્વારા નાણાકીય વ્યવહારની તપાસ માટે સીએની નિમણૂક કરાઈ હતી. આ દરમિયાન કમલજીત લખતરિયાને આઠમી ઓગસ્ટ 2023ના રોજ નાણાકીય ગેરરીતિ બદલ ફરજ મોકુફ કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત 16.64 કરોડ રૂપિયાની રકમના ખર્ચ કર્યા

નિવૃત્ત ડિસ્ટ્રીક્ટ જજ અવિનાશ ગુપ્તાની અધ્યક્ષતામાં ઇન્કવાયરી કરવામાં આવી હતી. ઇન્કવાયરી દરમિયાન કમલજીત લખતરિયાએ પોતાના અંગત વપરાશ માટે પોતાના ખાતામાં, સંબંધીઓના ખાતામાં તથા વેપારીઓના ખાતામાં જેના આધાર પુરાવા નથી તથા નોલેજ પાર્ટનરના ખાતામાં જરૂર કરતાં વધુ એમ કુલ 4.09 કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી હતી. આ ઉપરાંત 16.64 કરોડ રૂપિયાની રકમના ખર્ચ કર્યા છે. જે બાબતે કોઈ પરવાનગી કે આધાર પુરાવા આપ્યા નથી.

આ પણ વાંચો : ખ્યાતિ કાંડઃ ડાયરેક્ટર કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો…

કમલજી લખતરિયાએ ઇન્કવાયરી દરમિયાન 67.32 લાખ ટુકડે-ટુકડે પરત જમા કરાવ્યા હતા.પરંતુ, યુનિવર્સિટીને લેવાના 30 ટકા લેખેના 4.09 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા ના હતા અને યુનિવર્સિટી સાથે વિશ્વાસઘાત કરીને નાણાની ઉચાપત કરી હતી. જે મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કમલજીત લખતરિયાની ધરપકડ કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને