મુંબઈઃ મુંબઈના રહેવાસીઓની સુરક્ષા પર મોટો સવાલ ઊભો કરતી અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલાની ઘટના બાદ પોલીસ તનતોડ મહેનત કરી હુમલાખોરને પકડવામાં લાગી હતી અને આખા દેશમાં ટીમ દોડાવી હતી, પરંતુ સૈફનો હુમલાખોર મુંબઈને અડીને આવેલા થાણેમાંથી ઝડપાયો હોવાના અહેવાલો છે. આ કામ મુંબઈ ડીસીપી ઝોન-6ની નવનાથ ધાવલે અને કસારવડવલીની પોલીસ ટીમના સંયુક્ત પ્રયાસોથી થયું છે. આ અંગેની વિશેષ માહિતી પોલીસ આજે નવ વાગ્યા આસપાસ પત્રકાર પરિષદ દ્વારા આપશે, તેવી માહિતી સૂત્રો પાસેથી મળી છે.
આ પણ વાંચો : Saif Ali Khan પર હુમલા બાદ હુમલાખોરે દુકાનમાંથી ઇયરફોન્સ ખરીદ્યા
મીડિયા અહેવાલ અનુસાર પોલાસે સૈફના હુમલાખોરને થાણેની એક બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાઈટ પરથી ઝડપી લીધો હતો. હુમલાખોર પોતાનું નામ પહેલા તો વિજય દાસ બતાવતો હતો, પરંતુ તેનું અસલી નામ મોહંમદ આલિયાન હોવાનું બહાર આવ્યું છે. મોહંમદને પોલીસે કબ્જામાં લીધો છે અને તેણે ગુનો કબૂલ્યો હોવાનો દાવો પોલીસ કરી રહી છે. હવે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
કોણ છે હુમલાખોર
હુમલાખોર મોહંમદ અંગે મળતી માહિતી અનુસાર તે થાણેના રિકી બારમાં હાઉસ કિપિંગનું કામ કરતો હતો. 16મી જાન્યુઆરીની રાતે તે સૈફના ઘરે ઘુસ્યો હતો અને અહીં તેણે સૈફ અને તેની નોકરાણી પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં સૈફને છ ઈજાઓ થઈ હતી, જેમાંથી બે ગંભીર ઈજા હતી. સૈફ અને તેનો સ્ટાફ તાબડતોબ રીક્ષા પકડી લીલાવતી હૉસ્પિટલમાં સારવાર માટે ગયા હતા, જ્યાં સૈફ પર સર્જરી કરવામાં આવી હતી. હાલમાં તેની હાલત સ્થિર બતાવવામાં આવે છે.
આ પણ વાંચો : સૈફ હુમલા કેસમાં બાન્દ્રા પોલીસ પર ઠીકરું ફોડ્યું ક્રાઇમ બ્રાંચે, કહ્યું…
શું હતું હુમલા પાછળનું કારણ
સૈફ પર હુમલો થયો ત્યારે કરિના કપૂર ઘરે ન હતી. પુત્ર તૈમૂર પર પણ હુમલાખોરે હુમલો કરવાની કશિશ કરી હોવાના અહેવાલો છે. જોકે કરિનાએ નિવેદનમાં જણાવ્યું હતું કે ઘરની કોઈ કિંમતી વસ્તુ ચોરાઈ નથી, તેથી હુમલાખોરનું કારણ જો ચોરી કરવાનું ન હતું તો શું હતું તેની પૂછપરછ હવે પોલીસ કરશે. આ રીતે તે સૈફના ઘરમાં કઈ રીતે ઘુસ્યો, તેને કોઈએ મદદ કરી હતી કે શું અને ખાસ તો કયા કારણે હુમલો કર્યો હતો તેની જાણકારી પોલીસ મેળવશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને