અમદાવાદઃ મહેસાણાના મોઢેરા સૂર્યમંદિર (modhera prima tample)ખાતે રાજ્ય સરકાર દ્વારા 1992 થી ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ મહોત્સવનું આયોજન કરાયું છે. મોઢેરા સૂર્યમંદિર ખાતે દર વર્ષે ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ઉતરાયણ પછી આવતા શનિ રવિમાં આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા શિલ્પ, સ્થાપત્ય, સંસ્કૃતિ અને કલાના સાતત્યને જીવંત રાખવા દર વર્ષે મોઢેરા ખાતે આ મહોત્સવ યોજાય છે.
આ પણ વાંચો : આજથી કેવડીયામાં શરૂ થયો છે આ ફેસ્ટીવલ, જાણો વિગતવાર…
મોઢેરાના આ ભવ્ય મંદિરનું નિર્માણ સોલંકી કાળમાં થયું છે. સૂર્યમંદિરમાં યોજાતા ઉત્તરાર્ધ મહોત્સવમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી નૃત્ય સાથે જોડાયેલા પ્રખ્યાત કલાકારોને આમંત્રિત કરવામાં આવે છે. ઉત્તરાર્ધ મહોત્સવના પ્રથમ દિવસના કલાકારોનું મહાનુભાવોના હસ્તે મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.
દ્રી – દિવસીય મહોત્સવનો પ્રારંભ
ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ- 2025નું તા.18 અને 19 જાન્યુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું છે. પ્રાચીન નગરી મોઢેરા ખાતે સ્થાપત્ય કલા અને શાસ્ત્રીય નૃત્યનો નગર ઉત્સવ ઉજવવામાં આવે છે .આ વર્ષે ઉત્તરાર્ધ મહોત્સવમાં ભરત નાટયમ, ઓડીસી, કુચીપૂડી, મોહિની અટ્ટમ, કથ્થક,કથકલી, મણિપુરી કથક જેવા શાસ્ત્રીય નૃત્યના વિશ્વવિખ્યાત કલાકારોની પ્રસ્તુતિ આ મહોત્સવમાં પ્રસ્તુત કરવામાં આવશે.
આ પણ વાંચો : ગુજરાત સરકારે 32 નગરપાલિકામાં Solar Plant સ્થાપવા 45.37 કરોડ મંજૂર કર્યા
ઉત્તરાયણ પછી સૂર્યની ઉત્તર તરફની ઉર્ધ્વગતિ એટલે જ્યારે શિયાળો અંત તરફ જઇ રહ્યો હોય અને દિવસ મોટો થવાની શરૂઆત થતી હોય તેવા ‘અર્ધ’ અવસરે શાસ્ત્રીય નૃત્યનો આ ઉત્સવ સૂર્યમંદિરમાં ઉત્તરાર્ધ ઉત્સવ તરીકે ઉજવવાય છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને