Foreign students volition  get   Indian visas easily, the authorities  has made this important   announcement

ન્યૂ યોર્કઃ નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે ભારતીય આઇટી વ્યાવસાયિકો દ્વારા સૌથી વધુ માંગવામાં આવતા એચ-૧બી વિઝા માટે પ્રારંભિક નોંધણી અવધિ ૭ માર્ચથી શરૂ થશે અને ૨૪ માર્ચે સમાપ્ત થશે, એવી માહિતી આજે ફેડરલ એજન્સીએ આપી હતી.

એચ-૧બી વિઝા એક નોન-ઇમિગ્રન્ટ વિઝા છે જે યુએસ કંપનીઓને સૈદ્ધાંતિક અથવા તક્નીકી કુશળતાની જરૂર હોય તેવા વિશેષ વ્યવસાયોમાં વિદેશી કામદારોને રોજગારી આપવાની મંજૂરી આપે છે. ટેક્નોલોજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓને નોકરી પર રાખવા માટે તેના પર આધાર રાખે છે.

આ પણ વાંચો: વિવેક રામાસ્વામી કેમ H-1B વિઝાને કેમ બંધ કરવા ઇચ્છે છે…

યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ(યુએસસીઆઇએસ)એ બુધવારે જણાવ્યું કે નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે વિદેશી મહેમાન કામદારો માટે સૌથી વધુ માંગ ધરાવતા એચ-૧બી વિઝા માટે પ્રારંભિક નોંધણી અવધિ ૭ માર્ચે બપોરે ૧૨ વાગ્યે-પૂર્વીય સમય(ભારતીય સમય મુજબ રાત્રે ૧૦-૩૦ વાગ્યે) શરૂ થશે અને ૨૪ માર્ચે બપોરે ૧૨ વાગ્યા-પૂર્વીય સમય(ભારતીય સમય મુજબ રાત્રે ૧૦-૩૦ વાગ્યે) સુધી ચાલશે.

આ સમયગાળા દરમિયાન સંભવિત અરજદારો અને પ્રતિનિધિઓએ પસંદગી પ્રક્રિયા માટે દરેક લાભાર્થીની ઇલેક્ટ્રોનિક રીતે નોંધણી કરવા અને પ્રત્યેક લાભાર્થી માટે સંબંધિત નોંધણી ફી ચૂકવવા માટે યુએસસીઆઇએસ ઓનલાઇન એકાઉન્ટનો ઉપયોગ કરવાનો રહેશે. નોંધણી ફી ૨૧૫ અમેરિકન ડોલર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને