BJP led by Naib Singh Saini to triumph  successful  Haryana, whitethorn  instrumentality     oath arsenic  CM connected  Vijayadashami

ચંદીગઢ : હરિયાણાના અત્યાર સુધીના વલણો અથવા પરિણામોમાં(Haryana Elections Results 2024) ભાજપ સરકારની રચનાનો માર્ગ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ત્યારે સૂત્રોએ આ માહિતી આપી હતી કે હરિયાણામાં 12 ઓક્ટોબરે નવી ભાજપ સરકાર શપથ લઈ શકે છે. 12મી ઓક્ટોબરે વિજયાદશમી છે.

ત્રીજી વખત સરકાર બનાવીને ઈતિહાસ રચશે

ભાજપે ફરી એકવાર કહ્યું છે કે નાયબ સિંહ સૈની જ મુખ્યમંત્રી બનશે. જો કે, પાર્ટીએ ચૂંટણી પહેલા જ નાયબ સિંહ સૈનીને પોતાનો સીએમ પદનો ચહેરો જાહેર કરી દીધો હતો. ભાજપે મંગળવારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તે હરિયાણામાં ઐતિહાસિક જીત હાંસલ કરીને અને સતત ત્રીજી વખત સરકાર બનાવીને ઈતિહાસ રચવા જઈ રહી છે.

આ પણ વાંચો : Haryana Elections Results 2024: પીએમ મોદી સાંજે ભાજપ હેડક્વાર્ટર પહોંચશે, કાર્યકરોને જલેબી વહેંચવામાં આવશે

હરિયાણાના વલણો કે પરિણામોમાં ભાજપને બહુમતી

હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના જાહેર થયેલા વલણો અને પરિણામોમાં ભાજપે બહુમતનો આંકડો પાર કરી લીધો છે. ચૂંટણી પંચના આંકડા મુજબ રાજ્યમાં 90માંથી 50 સીટો પર ભાજપ આગળ છે જ્યારે કોંગ્રેસ 35 સીટો પર આગળ છે.

નાયબ સિંહ સૈની લાડવા બેઠક પરથી જીત્યા

કુરુક્ષેત્રની લાડવા સીટ પરથી ચૂંટણી લડી રહેલા મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની જીત્યા છે. આ સીટ પર ભાજપના ઉમેદવાર સૈનીને કુલ 70,177 વોટ મળ્યા છે. તેમણે 16,054 મતોની સરસાઈથી ચૂંટણી જીતી હતી. જ્યારે આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મેવા સિંહ બીજા ક્રમે છે. મેવા સિંહને કુલ 54, 123 વોટ મળ્યા હતા. જ્યારે અપક્ષ ઉમેદવાર વિક્રમજીત સિંહ ચીમાને કુલ 11,191 વોટ મળ્યા.