Hyundai Motor IPO : હ્યુન્ડાઈ મોટરના આઇપીઓનું સપાટ લિસ્ટિંગ, રોકાણકારો નિરાશ

2 hours ago 1
 IPO level  listing, investors disappointed

Hyundai Motor ના આઇપીઓનું આજે લિસ્ટિંગ થયું છે. દેશની બીજી સૌથી મોટી કાર કંપની હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડના આઈપીઓ શેર આજે BSE-NSE પર લિસ્ટ થયા છે. આ કંપનીના શેરનું બજારમાં સપાટ ભાવે લિસ્ટિંગ થયું છે જેના લીધે રોકાણકારો નિરાશ થયા છે.  હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનો શેર  BSE પર રૂપિયા 1931 પ્રતિ શેરના ભાવે લિસ્ટેડ છે અને તે  NSE પર રૂપિયા 1934 પર લિસ્ટેડ છે. હ્યુન્ડાઈ મોટરના આઈપીઓમાં શેરની પ્રાઇસ બેન્ડ 1960 રૂપિયા પ્રતિ શેર હતી.

હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના લિસ્ટિંગ પર કોઈ ફાયદો થયો નથી

શેરબજારમાં જોવામાં આવ્યું છે તેમ  આ પ્રકારનો લિસ્ટિંગ લાભ ખૂબ જ વિશાળ IPOના લિસ્ટિંગ પર હાંસલ કરી શકાતો નથી, હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાના લિસ્ટિંગ સાથે પણ આવું જ બન્યું છે. તેના શેર ડિસ્કાઉન્ટ પર લિસ્ટ કરવામાં આવ્યા છે અને આ લિસ્ટિંગને ફ્લેટ લિસ્ટિંગ કહેવામાં આવશે કારણ કે રોકાણકારો તેના લિસ્ટિંગમાંથી સારા સમર્થનની અપેક્ષા રાખતા હતા.

લિસ્ટિંગ 1.3 ટકાડિસ્કાઉન્ટ પર થયું

હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા શેર દીઠ રૂપિયા 1934ના IPO ભાવની સામે NSE પર  રૂપિયા 1934માં લિસ્ટેડ હતી. જે 1.3 ટકાના ડિસ્કાઉન્ટ પર છે. BSE પર તેનું લિસ્ટિંગ રૂપિયા 1931 પર છે. જે 1.5 ટકાનું ડિસ્કાઉન્ટ છે. લિસ્ટિંગ પછી, હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના શેર ઘટીને રૂપિયા 1844.65 પર ગયા અને પ્રતિ શેર રૂપિયા 1970 સુધીનું ઉપલું સ્તર દર્શાવ્યું.

Also Read – Stock Market: દિવાળી પૂર્વે શેરબજારમાં સુસ્ત માહોલ, બજારની ફ્લેટ શરૂઆત

ભારતીય શેરબજારના ઈતિહાસનો સૌથી મોટો IPO

ભારતીય શેરબજારના ઈતિહાસમાં કદની દ્રષ્ટિએ સૌથી મોટો આઈપીઓ હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનો આઈપીઓ હતો અને રૂપિયા 27,870.16 કરોડ એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ IPO 15 થી 17 ઓક્ટોબર સુધી ખુલ્લો હતો. કંપનીએ ઓફર ફોર સેલ હેઠળ IPO દ્વારા રૂપિયા 27870 કરોડ એકત્ર કર્યા છે. કંપનીએ આ શેર રૂપિયા 10ની ફેસ વેલ્યુ પર જાહેર કર્યા હતા. આ IPO 2.37 વખત સબસ્ક્રાઇબ થયો હતો અને સંસ્થાકીય રોકાણકારો માટે આરક્ષિત ક્વોટા કુલ 6.97 વખત સબસ્ક્રાઇબ થયો હતો.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article