મુંબઈ: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરુ થવાને આડે હવે માત્ર ગણતરીના દિવસો (ICC Champions Trophy) બાકી રહ્યા છે, આ ટુર્નામેન્ટમાં વિશ્વની 8 મજબુત ક્રિકેટ ટીમ અમાને સામને હશે. પરંતુ સૌની નજર ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારા હાઈ પ્રોફાઈલ મેચ પર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીના રોજ UAEના દુબઈમાં મેચ (IND vs PAK) રમાશે, ભારત અને પાકિસ્તાનની મેચ સ્ટેડીયમમાં જોવા ચાહકો ટીકીટ માટે પડાપડી કરી રહ્યા છે. અહેવાલ મુજબ આ મેચની ટિકિટની કિંમત લગભગ 3 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ.
3 લાખ રૂપિયાની ટીકીટ:
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટુર્નામેન્ટ પાકિસ્તાનની યજમાની હેઠળ યોજવામાં અવી છે, પરંતુ ભારતીય ટીમ બધી મેચ દુબઈમાં રમશે. પાકિસ્તાનની ન્યુઝ વેબસાઇટ પર પ્રકાશિત થયેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટની સૌથી ઓછી કિંમત 500 AED (સંયુક્ત આરબ અમીરાત દિરહામ) છે, એટલે કે લગભગ 11,870 ભારતીય રૂપિયા છે. જ્યારે મેચની સૌથી મોંઘી ટિકિટની કિંમત 12,500 AED સુધી પહોંચી ગઈ છે, એટલે કે 2,96,752 રૂપિયા.
આ પણ વાંચો : ભારત નામે આ વર્ષની પહેલી ICC ટ્રોફી; સતત સાત મેચ જીતીને ભારતીય ટીમ ચેમ્પિયન બની
આટલી મોંઘી ટીકીટો છતાં સ્ટેડીયમ ફૂલ થઇ જશે એ ખાતરી છે, ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ ચાહકો માત્ર મેચ જોવા દુબઈ જવા તૈયારીઓ કરી રહ્યા છે. એવામાં સૌને એક રોમાંચક મેચ જોવા મળે તેવી આશા છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થશે. ટુર્નામેન્ટની પહેલી મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે કરાચીમાં રમાશે. ટીમ ઈન્ડિયા ટુર્નામેન્ટમાં પોતાની પહેલી મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે દુબઈમાં રમશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને