જ્યોતિષશાસ્ત્રમાં વિવિધ ગ્રહોના ગોચર અને આ ગોચરથી બનતા વિવિધ યોગ વિશે જણાવવામાં આવ્યું છે. આ યોગની 12-12 રાશિના જાતકો પર સારી-નરસી અસર જોવા મળે છે. ફેબ્રુઆરી મહિનામાં જ વિવિધ ગ્રહો ગોચર કરીને યોગ બનાવી રહ્યા છે. પરંતુ હોળી પહેલાં ગ્રહોના સેનાપતિ શુક્ર અને ન્યાયના દેવતા શનિની અમુક રાશિના જાતકો પર ખાસ અસર જોવા મળશે. આ વખતે હોળી 14મી માર્ચના ઉજવવામાં આવશે અને માર્ચ મહિનામાં જ બે રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે.
શનિ દેવ હાલમાં પોતાની સ્વ રાશિ કુંભમાં બિરાજમાન છે અને શશ રાજયોગ બનાવી રહ્યો છે. ગ્રહોના સેનાપતિ શુક્ર પોતાની ઉચ્ચ રાશિ મીનમાં ઉદય થઈ રહ્યા છે અને એને કારણે માલવ્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આમ આ બંને રાજયોગની અસર 12-12 રાશિના જાતકો પર જોવા મળશે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે જ તેમની પ્રગતિ થઈ રહી છે. નોકરી-વેપારમાં પણ સફળતા મળશે.
વૃષભ: વૃષભ રાશિના જાતકો માટે માલવ્ય અને શશ રાજયોગનું નિર્માણ કરિયર અને બિઝનેસ બંનેમાં ફાયદો કરાવશે. આ બંને યોગ આ રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ રહ્યા છે. બિઝનેસમાં પણ પ્રગતિ થઈ રહી છે. નોકરી શોધી રહેલાં લોકોને પણ સારા સમાચાર સાંભળવા મળશે. ધનવૃદ્ધિ થશે, જેને કારણે આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળશે. વેપારીઓને નફો થશે. નોકરીમાં નવી નવી તક મળી શકે છે.
Also read: સૂર્ય અને શનિની થશે યુતિ, આ રાશિના જાતકોને થશે જોરદાર ફાયદો, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
મિથુન: મિથુન રાશિ માટે પણ માર્ચ મહિનામાં બની રહેલો આ યોગ શુભ સાબિત થશે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. આવકના નવા નવા સ્રોત ખુલશે. નવો બિઝનેસ શરૂ કરવા માટે અનુકૂળ સમય છે. કામના સ્થળે ઉપરી અધિકારી અને સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ પરિણામ આપશે. શિક્ષકો તમારા કામની પ્રશંસા કરશે. નોકરી શોધી રહેલાં લોકોને નોકરી મળશે.
કુંભ: કુંભ રાશિના જાતકો માટે શશ અને માલવ્ય રાજયોગનો પૂરેપૂરો લાભ થઈ રહ્યો છે. આ સમયગાળામાં જાતકોનો સમય અનુકૂળ રહી શકે છે. જાતકની સંપત્તિમાં વધારો થઈ શકે છે, જે નાણાકીય સ્થિતિમાં અણધાર્યો સુધારો લાવી શકે છે. જાતકના વ્યક્તિત્વમાં સુધારો થઈ શકે છે. કુંભ રાશિના જાતકનો આત્મવિશ્વાસ વધી શકે છે. પહેલાથી અટકેલા કામ પૂરા થશે. મકાન કે વાહન ખરીદવાની તમારી ઈચ્છા પૂરી થશે. આ માટે સમય શુભ જણાય છે. વ્યક્તિનો માનસિક તણાવ દૂર થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય સારો રહેશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને