મુંબઈ: ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળના પક્ષના નેતાઓ પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ પર જે રીતે ટીકાનો વરસાદ વરસાવી રહ્યા છે એ જોતા ભાજપ અને શિવસેના (યુબીટી) ફરી હાથ મિલાવે એવી કોઈ શક્યતા નથી દેખાતી એમ મહારાષ્ટ્રના પ્રધાન સંજય શિરસાટે દાવો કર્યો હતો.
શિરસાટ શિંદે સેના સાથે છે અને શિવસેના મહાયુતિ સરકારમાં ભાજપનો સાથી પક્ષ છે. ભાજપ તેના ટોચના નેતૃત્વને સતત નિશાન બનાવતા લોકોને સ્વીકારશે નહીં એવી દલીલ તેમણે કરી હતી.
આ પણ વાંચો: અમે જરાય નારાજ નથી: શિરસાટ
એના સિવાય રાજકીય દ્રષ્ટિકોણથી પણ ભાજપ તેમજ શિવસેના (યુબીટી)એ ફરીથી હાથ મિલાવવાની જરૂર નથી એવી ટિપ્પણી પણ સામાજિક ન્યાય પ્રધાને કરી હતી. ભાજપ અને શિવસેના (યુબીટી) ફરીથી જોડાણ કરે તેવી અટકળો સમયાંતરે મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં થતી રહે છે.
શાસક ભાજપના ઘણા નેતાઓ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળના પક્ષ સાથે જોડાણ ઇચ્છે છે એવા શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતના દાવાને ગયા મહિનાના અંતમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નકારી કાઢ્યો હતો.
ઉદ્ધવ ઠાકરેના નિકટના ગણાતા રાજ્યસભાના સાંસદ રાઉતે ભૂતકાળમાં કહ્યું હતું કે શિવસેના (યુબીટી)ના કેટલાક સભ્યો ફરીથી ભાજપ સાથે હાથ મિલાવવા પ્રેરાય એવી સંભાવના છે.
(પીટીઆઈ)
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને