The husbandman  was sleeping and the thief stole 400 maunds of onions

દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા (Ratan Tata)એ બુધવારે મોડી રાતે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ ખાતે 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. 86 વર્ષની વયે પણ રતન ટાટા સોશિયલ મીડિયા પર ખાસ્સા એવા એક્ટિવ હતા અને તેઓ અવારનવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મોટિવેશનલ પોસ્ટ શેર કરતા હતા અને બે દિવસ પહેલાં પણ તેમણે પોતાના હેલ્થને લઈને અપડેટ્સ પોતાના ફેન્સ સાથે શેર કર્યા હતા. જેમને સોશિયલ મીડિયા પર લાખો લોકો ફોલો કરતાં હતા એ રતન ટાટા ઈન્સ્ટાગ્રામ પર કોને ફોલો કરતાં હતા? નહીં ને? ચાલો આજે તમને એના વિશે જણાવીએ…

રતન ટાટા ઈન્સ્ટાગ્રામ પર શરૂઆતના દિવસોમાં બે જ એકાઉન્ટને ફોલો કરતાં હતા અને એમાંથી એક એકાઉન્ટ હતું સ્મોલ એનિમલ હોસ્પિટલ. આ હોસ્પિટલ મુંબઈમાં આવેલી છે અને એના 87.1k ફોલોવર્સ છે. આ પહેલી હોસ્પિટલ છે કે જ્યાં તમામ કોમ્પેનિયન જનાવરોની સારવાર કરવામાં આવે છે.

વાત કરીએ બીજા એકાઉન્ટની તો એ એકાઉન્ટ હતું ટાટા ટ્રસ્ટ્સનું. ટાટા ગ્રુપની ચેરિટી એક્ટિવિટી અને સોશિયલ એક્ટિવિટીને દર્શાવે છે. ટાટા ટ્રસ્ટ એક ચેરિટેબલ ટ્રસ્ટ છે જે હેલ્થ, એજ્યુકેશન, ગ્રામીણ વિકાસ અને અન્ય સોશિયલ એક્ટિવિટીમાં યોગદાન આપે છે.

આ પણ વાંચો : Ratan Tata Love Story: લગ્ન નહિ કરનારા રતન ટાટાની અધૂરી રહી ગયેલી એક પ્રેમ કહાની….

રતન ટાટાની ઈન્સ્ટાગ્રામ પર હાજરી તેમના સરળ સ્વભાવ અને માણસાઈનો પરિચય આપે છે, જ્યાં તેમણે સીમિત અને ઉદ્દેશથી ભરપૂરથી એકાઉન્ટ્સને ફોલો કર્યા હતા. ટાટા ટ્રસ્ટને ફોલો કરીને તેમણે પોતાના પરિવાર દ્વારા સમાદ માટે કરવામાં આવેલા યોગદાનને સમર્થન આપ્યું હતું.

રતન ટાટાનું ઈન્સ્ટાગ્રામ ફોલોઈંગ પેટર્ન જોઈને એવું લાગે કે તેઓ સોશિયલ મીડિયા પર પોતાની પસંદગીને ખૂબ જ સમજી-વિચારીને નિર્ણય લે છે. બંને એકાઉન્ટ્સની પસંદગી રતન ટાટાની સમાજ સેવા અને માનવીય મૂલ્યો પ્રત્યે એમના સમર્પણને દર્શાવે છે.