ભુજ : હાલ યુવાનોમાં સોશિયલ મીડિયાનો ક્રેજ વધી રહ્યો છે. તેવા સમયે ઈન્સ્ટાગ્રામ( Instragram)અને યુટ્યુબ પર રીલ બનાવીને પોસ્ટ કરવાની પ્રવુતિ વધી છે. જોકે રીલ બનાવવાના ચકકરમાં લોકો ભાન ભૂલી જતા હોય છે. આવો જ એક કિસ્સો ગુજરાતના ભુજમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં ભુજના એક યુવકને પોતાની કમરે સ્વરક્ષણના નામે મેળવેલી રિવોલ્વર કમર પર રાખીને ઈન્સ્ટાગ્રામની રીલમાં તમંચે પે ડિસ્કો’ કરવાનું પાડવાનું ભારે પડી ગયું છે અને હરકતમાં આવેલી સ્થાનિક ગુન્હાશોધક શાખાએ યુવકની લાયસન્સવાળી રિવોલ્વર કબજે કરી લીધી છે.
Also Read – Ahmedabad નું કાગડાપીઠ પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં, પોલીસ સ્ટેશનમાંથી જ ચોરીનો આરોપી ફરાર
કાર પાસે ઉભા રહી કમરમાં બંદૂક લટકાવી હતી
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ ભુજના અનિશા પાર્કમાં રહેતા મોદીશા જમનાશા શેખ નામના યુવકે ઈન્સ્ટાગ્રામમાં એક રીલ પોસ્ટ કરી હતી. જેમાં એસયુવી કાર પાસે ઉભા રહી કમરમાં બંદૂક લટકાવી હતી. ‘કિરદાર દેખકર લોગ દિવાને હો જાતે હૈ મેરે ભાઈ, હમ જબરદસ્તી દિલોં પર કબજા નહીં કરતેં’ તેવો ફિલ્મી ડાયલૉગ બોલ્યો હતો.સોશિયલ મીડિયા પરની આ રીલ પોલીસની નજરે ચઢી જતાં આર્મ્સ એક્ટ મુજબ કાર્યવાહી કરીને યુવક પાસે રહેલી રિવોલ્વરનો કબજો મેળવી લીધો છે.
Also Read – Ahmedabad થી યુવક 60 લાખની બીએમડબ્લ્યુ લઈને ફરાર થયો, પોલીસે મોરબીથી ઝડપ્યો
આર્મ્સ એક્ટ હેઠળ સખ્ત કાર્યવાહી કરાશે
આ યુવક સામે અગાઉ ભુજમાં જુગારધારા અને ધાક-ધમકીને લાગતા બે અલગ અલગ ગુના નોંધાયેલાં છે. દરમ્યાન, જે હથિયાર લાયસન્સ ધારકો પોતાના હથિયારનું જાહેરમાં પ્રદર્શન કરશે અથવા સોશિયલ મીડિયામાં હથિયાર સાથે રીલ બનાવશે તો તેમની વિરુધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ સખ્ત કાર્યવાહી કરાશે અને હથિયાર જપ્ત કરવામાં આવશે તેવો પોલીસે જાહેર અનુરોધ કર્યો છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને