Big stroke  to BJP successful  Jammu and Kashmir, Congress-NCP clash Image Source: India Today

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી (Jammu and Kashmir Election)ના પરિણામો જાહેર થઇ રહ્યા છે, શરૂઆતના વલણોમાં જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સ (Congress-NC) ગઠબંધનને બહુમતી મળી રહી છે. તમામ બેઠકો પર વલણો સામે આવી ગયા છે.

90 બેઠકોમાંથી એનસી-કોંગ્રેસ ગઠબંધન 46 બેઠકો પર આગળ છે જ્યારે ભાજપ 28 બેઠકો પર આગળ છે. અન્ય 16 બેઠકો પર આગળ છે.

જમ્મુ-કાશ્મીરની 90 વિધાનસભા સીટો પર સવારે 8 વાગ્યાથી મતગણતરી ચાલુ છે. તમામ બેઠકો પરથી પ્રારંભિક વલણો પણ આવ્યા છે. પીડીપીના વડા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજા મુફ્તી બિજબેહરા બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે.

નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ અને જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા હાલ ગાંદરબલ અને બડગામથી આગળ છે.

માતા વૈષ્ણોદેવી સીટ પર ભાજપના ઉમેદવાર બલદેવ રાજ શર્મા આગળ ચાલી રહ્યા છે.

જમ્મુ-કાશ્મીર બીજેપીના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈના નૌશેરા વિધાનસભા સીટ પર લીડ મેળવ્યા બાદ ફરી એકવાર પાછળ છૂટી ગયા છે.