![](https://bombaysamachar.com/wp-content/uploads/2024/03/facebook-meta.jpg)
મુંબઈ: ફેસબુક, વ્હોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટામાં કામ કરતા કર્મચારીઓની નોકરી જોખમમાં (META layoff) છે. મેટા આજે મંગળવારે અનેક દેશોમાં કર્મચારીઓ છટણી શરૂ કરશે. શુક્રવારે કર્મચારીઓને મોકલવામાં આવેલા ઇન્ટરનલ મેમોમાં આ માહિતી આપવામાં આવી હતી, મશીન લર્નિંગ એન્જિનિયરોની ભરતી ઝડપી બનાવવાના પ્રયાસના ભાગ રૂપે આ કાર્યવાહી કવામાં આવી રહી છે. ગયા મહિને, કંપનીએ તેના સૌથી ઓછું પરફોર્મન્સ કરનારા લગભગ 5 ટકા કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી હતી. જ્યારે કેટલીક જગ્યાઓ ફરીથી ભરવામાં આવશે. એક અહેવાલ મુજબ, મેટા 3,000 થી વધુ કર્મચારીઓને છટણી કરશે.
ક્યારે મળશે નોટીસ?
મેટાના હેડ ઓફ પીપલ જેનેલ ગેલ દ્વારા લખવામાં આવેલા એક મેમોમાં જણાવવામાં આવ્યું કે યુએસમાં કર્મચારીઓ સોમવારે સ્થાનિક સમય મુજબ સવારે 5 વાગ્યા સુધીમાં માટે નોટિસ મોકલવામાં આવે તેવી શક્યતા છે. જર્મની, ફ્રાન્સ, ઇટાલી અને નેધરલેન્ડ્સના કર્મચારીઓએ “સ્થાનિક નિયમોને કારણે” છટણીમાંથી મુક્તિ આપવામાં આવશે, જ્યારે યુરોપ, એશિયા અને આફ્રિકાના એક ડઝનથી વધુ દેશોમાં કર્મચારીઓને 11 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી વચ્ચે તેમની નોટીસ મળશે
Also read: Whatsapp ને મોટો આંચકો, સીસીઆઈએ મેટા સાથે ડેટા શેર કરવા આટલા વર્ષનો પ્રતિબંધ મૂક્યો
અહેવાલ મુજબ CEO માર્ક ઝુકરબર્ગે આ પગલાને મંજુરી આપી છે. ઝુકરબર્ગે પહેલાથી જ ચેતવણી આપી છે કે 2024 અને 2025 કંપની માટે પડકારજનક વર્ષો હશે. મેટા AI અને મેટાવર્સમાં મોટું રોકાણ કરવાનું છે, ત્યારે નોકરીમાં કાપ મુકવામાં આવશે.
મશીન લર્નિંગ એન્જિનિયરોની ભરતી:
શુક્રવારે એક અલગ મેમોમાં, મોનેટાઇઝેશન માટે એન્જિનિયરિંગના VP પેંગ ફેને કર્મચારીઓને મશીન લર્નિંગ એન્જિનિયરો અને અન્ય “બિઝનેસ ક્રિટિકલ” એન્જિનિયરિંગ હોદ્દાઓ માટે ઝડપી ભરતી કરવા અપીલ કરી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને