ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા (Hardik Pandya) છેલ્લાં કેટલાક સમયથી પોતાની પ્રોફેશનલ લાઈફને કારણે પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં છે. જ્યારથી હાર્દિકે નતાસા સ્ટેનકોવિક (Natasa Stankovic) સાથે ડિવોર્સની જાહેરાત કરી છે ત્યારથી તો ખાસ. હાર્દિકની સાથે સાથે નતાસા પણ ડિવોર્સ બાદ લાઈમલાઈટમાં રહે છે અને હમણાં બે-ત્રણ દિવસથી તો નતાસા તેના રૂમર્ડ બોયફ્રેન્ડ એલેકઝાંડર એલિક્સ સાથે જોવા મળી રહી છે. નતાસા અને એલેકઝાંડરને સાથે જોઈને સોશિયલ મીડિયા યુજર્સ જાત જાતની કમેન્ટ્સ કરી રહ્યા છે.
અંદર કી બાત પર વિશ્વાસ કરીએ તો નતાસા અને એલેક્સ એકબીજાને ડેટ કરી રહ્યા છે, પરંતુ એલેક્સ કે નતાસા દ્વારા આ બાબતે કોઈ પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી. એનાથી વિપરીત નતાશા અને એલેક્સ એકબીજાને સોશિયલ મીડિયા પર સેકા કહીને સંબોધે છે. સેકા શબ્દનો અર્થ સર્બિયામાં બહેન એવો થાય છે.
એલેકઝાંડરની મોટાભાગની પોસ્ટમાં નતાસાએ કમેન્ટ બોક્સમાં સેકા કરીને જ કમેન્ટ કરી છે. હાર્દિક અને નતાસાના ડિવોર્સ પહેલાં પણ નતાસા અને એલેક્ઝાંડર એકબીજાને ડેટ કરી રહ્યા છે એવી ચર્ચા ચાલી રહી હતી. હવે સોશિયલ મીડિયા પર નતાસા અને એલેકઝાંડરનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં નતાસા-એલેક્ઝાંડર કારમાં જોવા મળી રહ્યા છે અને બસ હાર્દિકના ફેન્સને ભડાસ કાઢવાનો એક મોકો મળી ગયો.
આ પણ વાંચો : શું હાર્દિક પંડ્યા પુત્ર અગસ્ત્યને મળશે? નતાસા સ્ટેનકોવિક મુંબઇ આવી
નતાસા સ્ટેનકોવિક અને એલેકઝાંડરના આ વાઈરલ વીડિયોના કમેન્ટ બોક્સમાં હાર્દિક પંડ્યાના એક ફેને કમેન્ટ કરતાં લખ્યું છે કે આ ગાડી તો હાર્દિકના નામ પર છે તો એ તો પાછી આપી દો. બીજા એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું છે કે હાર્દિક માટે જેમ નતાસા મહત્ત્વની નથી એ જ રીતે કદાચ કાર પણ… યુઝર નતાસાના આ વીડિયો પર હાર્દિક સાથે જોડાયેલી જાત જાતની કમેન્ટ્સ કરી રહ્યા છે.