Radhika Merchantની એન્ટ્રી બાદ આટલા બદલાઈ ગયા Nita Ambani-Shloka Mehtaના સંબંધો? Viral Video જોઈ લો…

1 hour ago 1
Has Nita Ambai-Shloka Mehta's narration   changed truthful  overmuch  aft  Radhika Merchant's entry? Watch Viral Video...

અંબાણી પરિવાર અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતો હોય છે. હંમેશા પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ અને સંસ્કારોને કારણે ચર્ચામાં રહેતો અંબાણી પરિવાર હાલમાં ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે, પરંતુ આ વખતે પરિવારમાં લાઈમલાઈટમાં આવ્યો છે એક વાઈરલ વીડિયોને કારણે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં એવો દાવો કરાઈ રહ્યો છે કે રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ના આવ્યા બાદ નીતા અંબાણી (Nita Ambani) અને મોટી વહુ શ્લોકા મહેતા (Shloka Mehta)ના સંબંધોમાં ખટાશ જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જ્યારે નીતા અંબાણી જ્યારે વહુ શ્લોકાને મળવા પહોંચે છે ત્યારે હંમેશની જેમ સાસુ-વહુ વચ્ચે જોવા મળતી હૂંફ ગાયબ જોવા મળી હતી. ચાલો જોઈએ શું છે આખો મામલો-
વાઈરલ થઈ રહેલો આ વીડિયો કોઈ ઈવેન્ટનો છે. નીતા અંબાણી ખૂબ જ સુંદર રીતે તૈયાર થયેલા જોવા મળી રહ્યા છે તો વહુ શ્લોકા અને આકાશ પણ તૈયાર થઈને સામેથી આવે છે. આ જોઈને નીતા અંબાણી વહુ શ્લોકાનો હાથ પકડીને પોતાની સાથે લઈ જવા માંગે છે, પરંતુ બાદમાં આકાશ, શ્લોકા અને નીતા અંબાણી વચ્ચે કંઈક ચર્ચા થાય છે અને આખરે આકાશ નીતા અંબાણીના હાથમાંથી શ્લોકાનો હાથ છોડાવીને પોતાની સાથે લઈ જાય છે. આ જોઈને શ્લોકા પણ ચોંકી ઉઠે છે અને તે આકાશ સાથે આગળ વધી જાય છે. બાદમાં આ ક્યુટ કપલ પેપ્ઝને પોઝ આપે છે.

આ પણ વાંચો : Happy Birthday The Final Boss…. જાણો કોણે Isha Ambaniને આ ખાસ અંદાજમાં કર્યું વિશ?

જોકે, આ વાઈરલ વીડિયો અત્યારનો છે કે જૂનો છે એ બાબતે કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી. પરંતુ આકાશ અને શ્લોકાના લૂકને જોઈને તો એવું લાગે છે કે આ વીડિયો જૂનો છે. નેટિઝન્સ આ વીડિયો પર ભરભરીને કમેન્ટ કરી રહ્યા છે અને આકાશના વખાણ કરતાં કહી રહ્યા છે કે આકાશ એક સારો દીકરો તો છે જ પણ તે એક સારો પતિ અને પિતા પણ છે. તે હંમેશા શ્લોકાનું ધ્યાન રાખતો જોવા મળે છે. તમે પણ ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો આ વીડિયો…

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article