Incident of decease  of 10 much  cattle successful  cattle box

રાજકોટ: રાજકોટના(Rajkot) ધોરાજીમાં દૂધાળા પશુઓ વધુ દૂધ આપે તે માટે ઓક્સિટોસિન ઈન્જેક્શન આપી વધુ દૂધ મેળવવાના કૌભાંડનો રાજકોટ રૂરલ એલસીબીની ટીમે પર્દાફાશ કર્યો હતો. ધોરાજીના શખ્સ પાસેથી આ ઈન્જેક્શનના 1600થી વધુ બોક્સ સહિત 2.85 લાખનો મુદામાલ કબ્જે કરાયો હતો.

ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટ રૂરલ એલસીબીએ પ્રતિબંધિત ઓક્સિટોસિન ઇન્જેકશનનો મોટો જથ્થો ઝડપી ધોરાજીમાં રહેતા ફયાઝ આરીફ વાલોરિયાની રૂપિયા 2,85,980ના ઇન્જેક્શનના જથ્થા સાથે પોલીસે ધરપકડ કરી હતી. દુધાળા પશુઓ વધુ દૂધ આપે તે માટે આ પ્રતિબંધિત ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવતો હતો. પોલીસે આરોપી પાસેથી 1600થી વધુ પ્રતિબંધિત ઓક્સિટોસિન ઇન્જેકશનનો જથ્થો કબજે કર્યો હતો. આ મુદ્દે ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ઈન્જેક્શનનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો

પોલીસની પ્રાથમિક તપાસમાં આ આરોપી છેલ્લા એક વર્ષથી ઓક્સિટોસિન ઈન્જેક્શન વેચતો હોવાનું જાણવા મળ્યું હતું. જે દુધાળા પશુ દૂધ ન આપતાં હોય તેનું દૂધ ચાલુ કરાવવા અને વધુ પ્રમાણમાં દૂધ મેળવવા આ ઈન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. હાલ ઓક્સિટોસિન ઈન્જેક્શનનો શંકાસ્પદ જથ્થો એફએસએલમાં તપાસ માટે મોકલવામાં આવ્યો છે. આરોપી અગાઉ પણ આ ઈન્જેક્શન સાથે પકડાઈ ચૂક્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને