કોલકાતાઃ કોલકત્તા સહિત દેશભરમાં ચકચાર જગાવનારા ટ્રેઈની ડોક્ટરના હૉસ્પિટલમાં જ બળાત્કાર અને હત્યાના કેસમાં કોર્ટે સંજય રોયને દોષિત જાહેર કર્યો અને તેને ઉંમરકેદની સજા આપી છે ત્યારે તેની માતા માલતીની સ્થિતિ સ્વાભાવિક રીતે દયનીય છે. દીકરાને આજીવન કેદની સજા જાહેર થતા જ માલતીના ઘરની બહાર મીડિયા કર્મીઓ ઊભા રહ્યા હતા.
જોકે માલતીએ માત્ર એટલું કહ્યું હતું કે મારે કંઈ કહેવું નથી અને અમને એકલા છોડી દો. આમ કહી તે ઘરમાં ચાલી ગઈ હતી અને તેણે દરવાજા બંધ કરી દીધા હતા. તે લાંબા સમય સુધી ઘરની બહાર ન આવ્યા હતા.
Also read:RG Kar Hospital Rape Case: કોલકાતાના ‘દુષ્કર્મી’ સંજય રોયને આજીવન કેદની સજા
સંજયના એક પડોશીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે સંજય બૉક્સિંગ શિખવા જતો હતો ત્યાં તે ખરાબ સોબતને કારણે દારૂ પીતો થઈ ગયો હતો, જોકે તે બળાત્કાર અને હત્યા જેવો અપરાધ કરે તે માન્યામાં આવતું નથી. અગાઉ માલતીએ કહ્યું હતું કે હું ચાર દીકરીઓની માતા છું. મૃતક ડોક્ટરના માતા-પિતાનું દુઃખ સમજી શકું છું. જો સંજયે અપરાધ કર્યો હોય તો તેને સજા મળવી જોઈએ. હું તેને ફાંસીની સજા આપશે તો પણ સ્વીકારીશ.
સંજયને ચાર બહેનો હતી, પરંતુ તેમાંથી એક મૃત્યુ પામતા તે ત્રણ બહેનો વચ્ચેનો એકનો એક ભાઈ છે. સંજયની બહેને અગાઉ કહ્યું હતું કે મારો ભાઈ ગુનેગાર હોય તો તેને સજા મળવી જોઈએ, પરંતુ આ પ્રકારનો અપરાધ મારો ભાઈ એકલો કરી શકે નહીં, તેથી આ અપરાધમાં સામેલ તમામને સજા થવી જોઈએ. ગઈકાલે કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર ન કહેતા ફાંસીની સજા આપી ન હતી અને સંજય રોયન આજીવન કેદની સજા જાહેર કરી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને