SBI Alert! રિવોર્ડની લાલચમાં ખાલી થઈ શકે છે બેંક ખાતું, SMS દ્વારા થઈ રહ્યો છે ફ્રોડ

2 hours ago 1
PIB Fact cheque  SBI reward redeem representation by india.com

PIB Fact Check: ભારતમાં ડિજિટલ પેમેન્ટનું (digital payment) ચલણ વધી રહ્યું છે, તેની સાથે છેતરપિંડીની ઘટનામાં પણ વધારો થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા (social media) પર ઘણા પ્રકારના સમાચારો અને વીડિયો વાયરલ (viral video) થાય છે, જે પૈકી ઘણા ફેક હોય છે. હાલ આવો જ એક મેસેજ વાયરલ થયો છે. જેમાં એસબીઆઈ રિવોર્ડ્સને (SBI rewars) રિડીમ કરવા માટે એપીકે ફાઇલ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાનું કહેવામાં આવી રહ્યું છે.પીઆઈબીએ આ વાયરલ મેસેજની સચ્ચાઈ જણાવી છે.

આપણ વાંચો: ઓનલાઈન ફ્રોડ રોકવા RBIએ મહત્વની જાહેરાત કરી, ડિજિટલ પેમેન્ટ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ શરુ કરશે

પીઈબી ફેક્ટ ચેક ટીમે શું કહ્યું

પીઆઈબીએ ટ્વિટ કરીને લોકોને ચેતવણી આપી છે કે, શું તમને પણ કોઈ સંદેશ મળ્યો છે, જેમાં તમને એસબીઆઈના રિવોર્ડ રિડીમ કરવા માટે એપીકે ફાઈલ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાનું કહેવામાં આવ્યું છે. પીઆઈબીએ લખ્યું છે કે, એસબીઆઈ ક્યારેય એસએમએસ/વોટ્સએપ પર લિંક કે એપીકે ફાઈલ્સ મોકલતી નથી. ક્યારેય અજાણી ફાઇલો ડાઉનલોડ કરશો નહીં અથવા આવી લિંક્સ પર ક્લિક કરશો નહીં.

સરકાર સાથે જોડાયેલા કોઇ ભ્રામક સમાચાર જાણવા માટે તમે પીઆઇબી ફેક્ટ ચેકની મદદ લઇ શકો છો. કોઈપણ વ્યક્તિ ગેરમાર્ગે દોરતા સમાચારો, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલનો સ્ક્રીનશોટ 8799711259 વોટ્સએપ નંબર પર મોકલી શકે છે અથવા તેને પીઆઈબી ફેક્ટ ચેકને [email protected] મેઇલ કરી શકે છે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article