સુરત: સુરત(Surat)શહેરમાં છેલ્લા ત્રણ વર્ષથી ગેરકાયદે રહેતી બાંગ્લાદેશી મહિલાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ ધરપકડ કરી છે. આ મહિલા ચાર વર્ષ પહેલાં બાંગ્લાદેશી એજન્ટને માત્ર રૂપિયા 15 હજાર આપીને ભારતમાં પ્રવેશી હતી. એક વર્ષ મુંબઈમાં રહ્યાં બાદ તે છેલ્લા ત્રણ વર્ષથી સુરતમાં સ્થાયી થઈ હતી. પોલીસને તેની પાસેથી બાંગ્લાદેશની નાગરિક હોવાનું ઓળખકાર્ડ પણ મળી આવ્યું છે.
આ પણ વાંચો: ‘બાંગ્લાદેશી ઘૂસણખોરો’થી જન્મેલા બાળકોને આદિવાસીઓના અધિકારો નહીં હોય: જેપી નડ્ડા…
પશ્વિમ બંગાળના બાંગોનથી પ્રવેશ કરી હાવડા રેલ્વે સ્ટેશન પહોંચી હતી
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરત શહેરમાં SOG પોલીસની ટીમે મહિધરપુરા દિલ્હીગેટ પાસેથી બાંગલાદેશી
મહિલા રસીદાબેગમ જહાંગીરઅલી શેખને ઝડપી પાડી છે. પોલીસ પૂછપરછમાં મહિલાએ જણાવ્યુ હતું કે પોતે બાંગ્લાદેશની નાગરિક છે અને આજથી ચારેક વર્ષ પહેલા બાંગ્લાદેશથી એજન્ટ મારફતે 15 હજાર બાંગ્લાદેશની કરન્સી ટાકા આપી બાંગ્લાદેશના જાસોર જિલ્લાથી બાંગ્લાદેશની પ્રતિબંધિત બોર્ડરથી ભારતમાં પ્રવેશી હતી. તે ભારતના પશ્વિમ બંગાળ રાજ્યના બાંગોન ખાતેથી પ્રવેશ કરી હાવડા રેલ્વે સ્ટેશન પહોંચી હતી.
સુરત શહેર ખાતે અલગ-અલગ જગ્યાએથી ભાડેથી રહેતી
ત્યાંથી ટ્રેન મારફતે સુરત શહેર ખાતે આવી અલગ-અલગ જગ્યાએથી ભાડેથી રહેતી હતી.મહિલા પાસેથી મળી આવેલા ભારતીય ઓળખના પુરાવા બોગસ ડોક્યુમેન્ટ આધારે બનાવેલા હોવાની હકીકત જાણવા મળી હતી. હાલ મહિલા સામે મહિધરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.