વોશિંગ્ટન : અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો(US Election Result Live)જાહેર થઇ રહ્યા છે. વર્તમાન વલણોમાં ડોનાલ્ડ ટ્રમ્પ 7 સ્વિંગ રાજ્યમાંથી 6માં આગળ છે. કમલા હેરિસની જીત માત્ર એક જ રાજ્યમાં દેખાઈ રહી છે. કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા માટે ઓછામાં ઓછા 270 ઈલેક્ટોરલ વોટની જરૂર છે. જોકે, હાલના ટ્રેન્ડ પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ કમલા હેરિસ પર લીડ ધરાવે છે. ડોનાલ્ડ ટ્રમ્પ પાસે હાલ 248 ઈલેક્ટોરલ વોટ છે જ્યારે કમલા હેરિસ પાસે 214 ઈલેક્ટોરલ વોટ છે.
Also read: યુએસ ચૂંટણીમાં Google હસ્તક્ષેપ કરી રહ્યું છે! આરોપો બાદ ‘ડેમેજ કંટ્રોલ’ની ફરજ પડી
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીની મતગણતરી અંતિમ તબક્કામાં છે. અત્યાર સુધીના પરિણામો અનુસાર ડોનાલ્ડ
ટ્રમ્પ બહુમતથી માત્ર 22 વોટ દૂર છે. તેમને 248 ઈલેક્ટોરલ વોટ મળ્યા છે.
Also read: US Election Result Live: અમેરિકાની સત્તાની ચાવી આ સાત સ્વિંગ સ્ટેટ્સ પાસે, જાણો કોણકરી રહ્યું છે લીડ
અમેરિકન મીડિયા ગ્રુપે ટ્રમ્પની જીત નિશ્ચિત ગણાવી
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઘણા રાજ્યોમાં મત ગણતરી ચાલુ છે. આ દરમિયાન અમેરિકન ન્યૂઝ ચેનલે જાહેરાત કરી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ બનશે તે નક્કી થઈ ગયું છે. ચેનલે કહ્યું કે ટ્રમ્પની જીત નિશ્ચિત છે. તેમને 277 ઇલેક્ટોરલ વોટ મળવાની અપેક્ષા છે.જે 270ના બહુમતી કરતાં વધુ છે. આ દરમ્યાન અલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિ નાયીબ બુકેલે ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા છે.