વોશિંગ્ટન : અમેરિકામાં ચૂંટણી માટે મતદાન(Us Election Result)ચાલુ છે. ઘણી જગ્યાએ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. કમલા હેરિસ અને ટ્રમ્પ વચ્ચે હજુ પણ કાંટાની ટક્કર છે. આ દરમિયાન અમેરિકામાં એક મોટી દુર્ઘટના ટળી છે. જેમાં મંગળવારે કેપિટોલ પોલીસે કેપિટોલ બિલ્ડિંગ ના મુલાકાતી કેન્દ્રમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી. જેની પાસેથી એક ફ્લેર ગન અને ટોર્ચ મળી આવી હતી.
ચૂંટણી સલામત રીતે યોજાઈ રહી છે
FBIએ કહ્યું છે કે તેને ઘણા રાજ્યોમાં મતદાન સ્થળો પર બોમ્બની ધમકીઓ મળી હતી. એફબીઆઈએ કહ્યું કે આ ધમકી રશિયન ડોમેનના ઈમેલ દ્વારા આપવામાં આવી હતી. જ્યોર્જિયા, મિશિગન અને વિસ્કોન્સિનમાં મતદાન મથકોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવામાં આવી હતી. તમામ ધમકીઓ ખોટી સાબિત થઈ હતી. ચૂંટણી સલામત રીતે યોજાઈ રહી છે.
Also read: US President: અમેરિકામાં મતદાન શરૂ, આ કારણે પરિણામમાં થઈ શકે છે વિલંબ…
ડોનાલ્ડ ટ્રમ્પ 100થી વધુ સીટો પર આગળ
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન લગભગ પૂર્ણ થઈ ગયું છે. જેમાં કેટલીક જગ્યાઓ પર મતદાન ચાલી રહ્યું છે જે ટૂંક સમયમાં સમાપ્ત થશે. આ દરમિયાન જ્યાં મતદાન થયું છે તેવા ઘણા રાજ્યોમાંથી પરિણામો આવવાનું શરૂ થઈ ગયું છે. જેમાં શરૂઆતના ટ્રેન્ડમાં રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ 100થી વધુ સીટો પર આગળ ચાલી રહ્યા છે. જ્યારે ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસ 71 સીટો પર આગળ છે. જો કે, આ પ્રારંભિક વલણો છે અને અગાઉ પણ એવું જોવામાં આવ્યું છે કે જેમ જેમ મત ગણતરી આગળ વધે છે તેમ તેમ વલણો પણ બદલાતા હોય છે.