A graph showing a 34% summation   successful  the fig   of entities filing taxation  returns implicit    Rs 500 crore successful  FY21 Getty Images

નવી દિલ્હી : દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ નાણાકીય વર્ષ 2025-26 માટેનું બજેટ(Budget 2025)રજૂ કરશે. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મધ્યમ વર્ગ અને કરદાતા કર રાહતની રાહ જોઇન બેઠા છે તે સ્વાભાવિક છે. જો કે સમગ્ર વિશ્વમાં સરકારો લોકો પર અલગ અલગ કર લગાવતી આવી છે. જેમાં આજે અમે તમને વિશ્વમાં વસુલવામાં આવતા વિચિત્ર (Weird Taxes)પ્રકારના ટેક્સ બાબતે જણાવવા જઇ રહ્યા છે જે જાણીને આપ આશ્ચર્ય અનુભવશો.

Also work : Budget 2025 : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આઠમી વખત બજેટ રજૂ કરી રચશે ઇતિહાસ, જાણો જૂના રેકોર્ડ…

ઈંગ્લેન્ડમાં બારી પર ટેક્સ વસૂલાતો

જેમાં સૌ પ્રથમ વિચિત્ર કરની વાત કરીએ તો ઘરમાં લગાવવામાં આવતી બારીઓ પર કર લગાવવામાં આવતો હતો. વર્ષ 1696માં ઈંગ્લેન્ડ અને વેલ્સના રાજા વિલિયમ ત્રીજાએ બારીઓ પર કર લાદયો હતો. જેમાં લોકોએ બારીઓની સંખ્યા અનુસાર ટેક્સ ચૂકવવો પડતો હતો. રાજાનો ખજાનો ખાલી હતો અને રાજયની આર્થિક સ્થિતિ સુધારવા માટે વિચિત્ર પ્રકારનો કર લોકો પર ઝીંકવામાં આવ્યો હતો. જે ઘરોમાં 10 થી વધુ બારીઓ હતી તેમને દસ શિલિંગ ટેક્સ ચૂકવવો પડતો હતો. આનાથી બચવા માટે, ઘણા લોકોએ પોતાની બારીઓ ઇંટોથી ઢાંકી દીધી. પરંતુ આનાથી તેમના સ્વાસ્થ્ય પર અસર થવા લાગી. જે 156 વર્ષ બાદ 1851માં નાબૂદ કરવામાં આવ્યો હતો.

બે અઠવાડિયાથી વધુ લાંબી દાઢી રાખનારાઓ પર કર

detroit grooming co.

આ જ ક્રમમાં વર્ષ 1535માં ઈંગ્લેન્ડના રાજા હેનરી આઠમાએ દાઢી પર કર ઝીંકયો હતો. આ કર વ્યક્તિની સામાજિક સ્થિતિ અનુસાર વસૂલવામાં આવતો હતો. હેનરી આઠમા પછી તેમની પુત્રી એલિઝાબેથ પ્રથમએ એક કાયદો બનાવ્યો કે બે અઠવાડિયાથી વધુ લાંબી દાઢી રાખનારાઓ પર કર લાદવામાં આવશે. રસપ્રદ વાત એ છે કે જો કોઈ વ્યક્તિ કર વસૂલાત સમયે ઘરેથી જગાયબ થઈ જાય તો તેનો કર પાડોશીએ ચૂકવવો પડતો હતો. વર્ષ 1698માં રશિયન શાસક પીટર ધ ગ્રેટે પણ દાઢી પર કર લગાવ્યો હતો. દાઢી વધારવા માટે કર ચૂકવવો પડતો હતો. તેઓ યુરોપિયન દેશોની જેમ રશિયન સમાજને આધુનિક બનાવવા માંગતો હતો.

ધર્મમાં શ્રદ્ધા ન હોવાને કારણે કર લાદવામાં આવતો

કર લાદવાનો સૌથી વિચિત્ર કિસ્સો વર્ષ 1718નો પ્રકાશમાં આવ્યો છે. જેમાં વર્ષ 1718માં રશિયન રાજા પીટર ધ ગ્રેટે પણ આત્મા પર કર લગાવ્યો હતો. આ કર એ લોકોએ ચૂકવવો પડતો હતો જેઓ આત્મા જેવી વસ્તુઓમાં માનતા હતા. જેઓ આત્માઓમાં માનતા ન હતા તેમના પર પણ કર લાદવામાં આવતો હતો. ધર્મમાં શ્રદ્ધા ન હોવાને કારણે તેમના પર કર લાદવામાં આવતો હતો. એનો અર્થ એ થયો કે દરેકને ટેક્સ ચૂકવવો પડતો હતો. એવું કહેવાય છે કે ચર્ચ અને પ્રભાવશાળી લોકો સિવાય બધાએ આ કર ચૂકવવો પડતો હતો. આમાં પણ, જો કરદાતા કર વસૂલાત સમયે ઘરે ગેરહાજર હોય તો કર પડોશીને ચૂકવવાનો રહેતો હતો.

રોમમાં બેચલર ટેક્સ વસૂલાતો

Britannica

નવમી સદીમાં રોમમાં બેચલર ટેક્સ લાદવામાં આવ્યો હતો. તેની શરૂઆત રોમન સમ્રાટ ઓગસ્ટસ દ્વારા કરવામાં આવી હતી. આ પાછળનો હેતુ લગ્નને પ્રોત્સાહન આપવાનો હતો. ઓગસ્ટસે એવા પરિણીત યુગલો પર પણ કર લાદ્યો જેમને બાળકો ન હતા. આ ટેક્સ 20 થી 60 વર્ષની વયના લોકોએ ચૂકવવાનો હતો. 15 મી સદી દરમિયાન ઓટ્ટોમન સામ્રાજ્યમાં પણ બેચલર ટેક્સ હતો. ઇટાલીના સરમુખત્યાર બેનિટો મુસોલિનીએ પણ 1924 માં બેચલર ટેક્સ લાદ્યો હતો. આ કર 21 થી 50 વર્ષની વયના અપરિણીત પુરુષો જોડેથી વસૂલવામાં આવતો હતો.

સેક્સ ટેક્સ જેવા કાયદા બનાવવામાં આવ્યા

જ્યારે વર્ષ 1971માં અમેરિકાના રોડ આઇલેન્ડની નાણાકીય સ્થિતિ સારી નહોતી. ત્યારબાદ ડેમોક્રેટિક સ્ટેટ લેજિસ્લેટર બર્નાર્ડ ગ્લેડસ્ટોને પ્રાંતમાં સેકસ પર બે ડોલરનો કર લાદવાનો પ્રસ્તાવ મૂક્યો. જોકે તેનો ક્યારેય અમલ થયો ન હતો. પરંતુ વર્ષ 2004 માં જર્મનીમાં લાગુ કરાયેલા કર કાયદા હેઠળ દરેક વેશ્યાએ દર મહિને 150 યુરોનો કર ચૂકવવો પડે છે. જર્મનીમાં વેશ્યાવૃત્તિ કાયદેસર છે. પરંતુ તેના માટે સેક્સ ટેક્સ જેવા કાયદા બનાવવામાં આવ્યા છે. બોનમાં વેશ્યાઓ કામના દરેક દિવસ માટે 6 યુરો ચૂકવવા પડે છે.આ દેશ સેક્સ ટેક્સમાંથી વાર્ષિક 1 મિલિયન યુરો કમાય છે.

રોમમાં પેશાબને ખૂબ જ મોંઘી વસ્તુ માનવામાં આવતી

જ્યારે અન્ય એક વિચિત્ર ટેક્સમાં પ્રાચીન રોમમાં પેશાબને ખૂબ જ મોંઘી વસ્તુ માનવામાં આવતી હતી. તેનો ઉપયોગ કપડાં ધોવા અને દાંત સાફ કરવા માટે થતો હતો. આનું કારણ એ હતું કે તેમાં એમોનિયા હતું. રોમન રાજા વેસ્પાસિયને જાહેર પેશાબ ગૃહોમાંથી પેશાબના વિતરણ પર કર લગાવ્યો હતો. જ્યારે તેમના પુત્ર ટાઇટસે આ નીતિ પર સવાલ ઉઠાવ્યા, ત્યારે વેસ્પાસિયને તેમના નાક પર એક સિક્કો મૂક્યો અને કહ્યું પૈસામાંથી ગંધ નથી આવતી.

યુકેમાં પુરુષોની ટોપીઓ પર કર લગાવ્યો હતો.

Wikipedia

વર્ષ 1784માં યુકેના વડાપ્રધાન વિલિયમ પિટે પુરુષોની ટોપીઓ પર કર લગાવ્યો હતો. તમામ ટોપીઓની અંદરના અસ્તર પર એક સ્ટેમ્પ હતો. સરકારે તેનો સંપૂર્ણ ગંભીરતાથી અમલ કર્યો. આ નિયમનું પાલન ન કરનારા અને સ્ટેમ્પ સાથે ચેડા કરનારાઓને મૃત્યુદંડની સજા હતી. આ કર 1811 માં નાબૂદ કરવામાં આવ્યો હતો.

ઈંગ્લેન્ડમાં વિગ પાવડર પર કર લાદવામાં આવ્યો હતો

જ્યારે ઈંગ્લેન્ડમાં વિગ પાવડર પર કર લાદવામાં આવ્યો હતો. તે 17મી સદીમાં લાવવામાં આવ્યો હતો. ફ્રાન્સ સાથેના યુદ્ધને કારણે ઇંગ્લેન્ડની હાલત ખરાબ થઈ ગઈ હતી અને સરકારી તિજોરી ભરવા માટે આ કર લાદવામાં આવ્યો હતો. આ પાવડરનો ઉપયોગ વિગને રંગવા અને સુગંધિત કરવા માટે થતો હતો.

Also work : Economic Survey 2025 : રૂપિયાના અવમૂલ્યન માટે આ કારણો જવાબદાર, બજેટ બાદ પણ ઉભા થઇ શકે છે પડકારો…

ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ સૌપ્રથમ 1759 માં મીઠા પર કર લાદયો

Youtube

14મી સદીના મધ્યમાં ફ્રાન્સમાં મીઠા પર કર લાદવામાં આવ્યો હતો. લોકોએ તેનો જોરદાર વિરોધ કર્યો અને ફ્રેન્ચ ક્રાંતિમાં તેણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. બીજા વિશ્વયુદ્ધ પછી 1945 માં આ કર આખરે નાબૂદ કરવામાં આવ્યો. ભારતમાં પણ અંગ્રેજોએ મીઠા પર કર ઝીંકયો હતો. 187 વર્ષ સુધી દેશમાં મીઠાના પુરવઠા પર અંગ્રેજોનો અંકુશ હતો. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ સૌપ્રથમ 1759 માં મીઠા પર કર લાદયો હતો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ 1930માં મીઠા પરના કર સામે દાંડી કૂચનું નેતૃત્વ કર્યું હતું. જ્યારે ઓક્ટોબર 1946 માં વચગાળાની સરકારે આ કર નાબૂદ કર્યો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને