નવી દિલ્હી : ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોએ(Zomato)હવે નવા નામથી ઓળખાશે. લાંબા સમયથી ચાલી રહેલ નામ બદલવાની ચર્ચા બાદ કંપનીના બોર્ડે તેને નામ બદલવાના નિર્ણયને મંજૂરી આપી છે. ગુરુવારે મળેલી કંપનીની બોર્ડ બેઠકમાં કંપનીના બિઝનેશ મોડલને ધ્યાનમાં રાખીને તેનું નામ બદલવાનો નિર્ણય કર્યો છે. હવે ઝોમેટો “એટરનલ ” ના નામથી ઓળખાશે. આ અંગે કંપનીએ બોર્ડ બેઠક બાદ બીએસઇમાં ફાઈલિંગમાં માહિતી આપી હતી.

કંપની અને બ્રાન્ડ એપ વચ્ચે તફાવત કરવાનો હેતુ

કંપનીના નામ બદલવાના નિર્ણય અંગે ઝોમેટોના સીઈઓ દીપિન્દર ગોયલે જણાવ્યું હતું લાંબા સમયથી કંપની માટે “એટરનલ” શબ્દનો ઉપયોગ કરવામા આવી રહ્યો હતો. જ્યારે અમે બ્લિંકિટ ખરીદ્યું ત્યારે જ અમે ઝોમેટોને બદલે પેરેન્ટ કંપનીને ઇટરનલ કહેવાનું શરૂ કર્યું. આ હેતુ કંપની અને બ્રાન્ડ અને એપ વચ્ચે તફાવત કરવાનો છે.

બ્લિંકિટની સફળતા બાદ નામ બદલ્યું

આ ઉપરાંત ઝોમેટોના સ્થાપકોએ એ પણ વિચાર્યું હતું કે જો ઝોમેટો સિવાય અમારી કોઈ અન્ય પ્રોડક્ટ ભવિષ્ય માટે મહત્વપૂર્ણ બનશે તો કંપનીનું નામ બદલીને એટરનલ રાખીશું. જ્યારે બ્લિંકિટની સફળતા બાદ અમે ઝોમેટોનું નામ બદલીને ઇટરનલ કરી રહ્યા છીએ.

Also read: ઝોમેટોને 401.7 કરોડ રૂપિયાની જીએસટીની નોટિસ આપી

આ એક મિશન સ્ટેટમેન્ટ

દીપિન્દરગોયલે તેનું નામ “એટરનલ” રાખવા પાછળનું કારણ પણ સમજાવ્યું. તેમણે કહ્યું, એટરનલ એક શક્તિશાળી નામ છે. આ પ્રમાણે જીવવું ખૂબ જ મુશ્કેલ કાર્ય હશે કારણ કે ‘એટરનલ’ માં વચન અને વિરોધાભાસ બંને છે. તેમજ આ માત્ર
નામ નથી પરંતુ એક મિશન સ્ટેટમેન્ટ છે. આ નામ હવે અમારી ઓળખનો એક ભાગ છે જે હંમેશા હેતુ યાદ અપાવશે.

ઝોમેટોના ચાર મોટા વ્યવસાયો છે

ઝોમેટોના નામ બદલવાની વાસ્તવિક અસર બજારમાં જોવા મળશે. ત્યાં કંપનીનું નામ ઝોમેટો થી બદલીને એટરનલ થઈ જશે. તે અહીં ઝોમેટો સહિત કંપનીની તમામ પેટાકંપનીઓનું પ્રતિનિધિત્વ કરશે. હાલમાં ઝોમેટોના ચાર મોટા વ્યવસાયો છે. જેમાં પ્રથમ ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો પોતે છે. બીજી એપ બ્લિંકિટ છે. જે કરિયાણા અને અન્ય આવશ્યક વસ્તુઓ ઝડપથી પહોંચાડે છે. તેના અન્ય પ્લેટફોર્મનો ઉપયોગ ફિલ્મો અને ઇવેન્ટ્સની ટિકિટિંગ માટે થાય છે. જ્યારે હાઇપરપ્યુર પ્લેટફોર્મ રેસ્ટોરાંને જથ્થાબંધ ભાવે શાકભાજી અને કરિયાણાની વસ્તુઓ સપ્લાય કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને