embracing alteration  successful  life

હેન્રી શાસ્ત્રી

જૂનું એટલું સોનું એ બહુ જ જાણીતી કહેવત છે. જોકે, પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે અને સગડી વાપરનારા ગેસ વાપરતા થઈ જાય ત્યારે સગડીને સોનું માનતા હોય તો એનો ત્યાગ કેમ કરતા હશે?

Also work : આવી હતી આપણી વિશ્ર્વવિખ્યાતતક્ષશિલા- નાલંદા વિદ્યાપીઠ…

ગયા વર્ષે આયોજિત પેરિસ ઑલિમ્પિક્સમાં વિજેતાઓને એનાયત થયેલા કેટલાક મેડલની ચમક ઝાંખી પડી હોવાની ફરિયાદો આવી ત્યારે અગાઉના ઑલિમ્પિક્સના મેડલ સંદર્ભે તાજેતરમાં બનેલો એક પ્રસંગ કાળા કાગડાની સાથે ધોળા દૂધ જેવા હંસ પણ હોય એ સાબિત કરે છે.

અમેરિકાની ધરતી પર આયોજિત પ્રથમ ઑલિમ્પિક્સમાં એનાયત કરવામાં આવેલા ગોલ્ડ મેડલનું તાજેતરમાં લિલામી વેચાણ કરવામાં આવતાં એના 5 લાખ 45 હજાર ડૉલર (આશરે સાડા ચાર કરોડ રૂપિયા) ઊપજ્યા. 110 મીટર વિઘ્નદોડ સ્પર્ધામાં અમેરિકન એથ્લીટ ફ્રેડશૂલને આ મેડલ મળ્યો હતો અને એની સાથે રિબન અને લેધર કેસ પણ છે. મેડલ પર `ઓલિમ્પિયાડ 1904′ અક્ષર કોતરાયેલા છે.

120 વર્ષ જૂના ઑલિમ્પિક્સના બીજા કેટલાક ગોલ્ડ મેડલ સચવાયા છે એની કોઈ નક્કર માહિતી નથી, પણ એ ગોલ્ડ મેડલ `જૂનું એટલું સોનું’ કહેવતને અક્ષરશ: સાચી ઠેરવે છે.

મૅચ ગુમાવી… આદર પણ ગુમાવ્યો

ઉઝબેકિસ્તાન અગાઉ યુએસએસઆર (સોવિયેત સંઘ)નો હિસ્સો હતું, પણ ત્યાં 88% લોકો ઇસ્લામને અનુસરે છે. 1991માં સોવિયેત સંઘના વિઘટન પછી ઉઝબેકિસ્તાનમાં કટ્ટરવાદ તરફી ઝુકાવ વધ્યો.

તાજેતરમાં આયોજિત એક ચેસ ટુર્નામેન્ટમાં નાદીરબેક યાકુબોવ નામના ઉઝબેક ખેલાડીનું વર્તન આ ઝુકાવનું પ્રતિબિંબ હતું. ચેસ ટુર્નામેન્ટમાં દરેક મુકાબલો શરૂ થવા પૂર્વે પ્રતિસ્પર્ધી ખેલાડીઓ હેન્ડશેકની ઔપચારિકતા કરી એકબીજાને શુભેચ્છા આપતા હોય છે. સૌના આશ્ચર્ય વચ્ચે યાકુબોવએ એક મૅચ પહેલાં હાથ મિલાવવાની ના પાડી દીધી, કારણ કે એની પ્રતિસ્પર્ધી ભારતીય ખેલાડી આર. વૈશાલી મહિલા હતી.

Also work : ચૂંટણીમાં કેવો ઉમેદવાર હોવો જોઇએ?

`ધર્મ અનુસાર સ્ત્રીને સ્પર્શ કરવાની મનાઈ છે’ એવું કારણ એણે આપ્યું હતું. ખેલકૂદમાં ધર્મ વચ્ચે ન આવવો જોઈએ જેવી અનેક પ્રતિક્રિયા ઊમટી અને ઉઝબેક ખેલાડી માથે માછલાં ધોવાયાં. મુકાબલો વૈશાલીએ જીતી લીધો. યાકુબોવે મૅચ ગુમાવી અને આદર પણ ગુમાવ્યો.

જોકે, 2023ની એક મૅચમાં ભારતીય ખેલાડી દિવ્યા દેશમુખ સાથે એણે હસ્તધૂનન કર્યું હતું એ વાત યાકુબોવને યાદ કરાવી તો એ મારી ભૂલ હતી’ એવો ખુલાસો એણે કર્યો હતો. સંભવત: દિવ્યા સાથેના શેકહેન્ડ પછીઆવું ફરી નહીં કરવાનું’ એવો આદેશ આવ્યો હશે એ અનુમાનમાં દમ છે. મહિલા સાથે હેન્ડશેક નહીં કરવાની ઘટના વિવાદનો મુદ્દો બનતાં ચેતી ગયેલા યાકુબોવએ રોમાનિયાની ઈરિના નામની મહિલા ખેલાડીને મૅચ પહેલાં જ પોતે હાથ નહીં મિલાવે એ જણાવી દીધું અને સમજુ બાલિકાએ સમજદારી દાખવી મૅચના દિવસે ઔપચારિકતા ટાળી અને વિવાદ ઊભો થાય એ પહેલાં જ ડામી દીધો.

તાજા કલમ:

એક સમાચાર અનુસાર યાકુબોવએ ભારતીય મહિલા ચેસ ખેલાડી વૈશાલી સાથે હેન્ડશેક ન કરવાની પોતાની ભૂલ સુધારવા વૈશાલીને પાછળથી ફ્લાવર્સ અને ચોકલેટ્સ ભેટ આપીને `સૉરી’ પણ કહ્યું!

કદાવર બાંધો – કદાવર મગજ

મગજ જેટલું મોટું એ વધુ બુદ્ધિશાળી એમ કહી શકાય ખરું? આ વિશે કોઈ નક્કર સંશોધન નથી થયું, પણ જો એનો જવાબ હા આવે તો વ્હેલ ખાસ કરીને સ્પર્મ વ્હેલ દુનિયાનું સૌથી બુદ્ધિશાળી પ્રાણી સાબિત થાય. વૈજ્ઞાનિકોએ આપેલી માહિતી પ્રમાણે દરિયામાં વસતાં સસ્તન પ્રાણીઓ – ડોલ્ફિન અને વ્હેલ – મોટાં મગજ ધરાવે છે. સ્પર્મ વ્હેલના મગજનું કદ માણસના મગજ કરતાં છ ગણું મોટું છે. દરિયામાં વસતાં અલગ અલગ 90 સસ્તન પ્રાણીઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. અહેવાલ પ્રમાણે વ્હેલ અને ડોલ્ફિન અત્યંત રમતિયાળ હોય છે, આપસમાં એકબીજા પાસેથી ઘણું શીખે છે અને તેમનો આપસી વહેવાર અત્યંત જટિલ હોય છે. મોટું મગજ ધરાવતી કિલર વ્હેલ વિશે પણ કેટલીક રસપ્રદ માહિતી મળી છે. એના સમૂહમાં માદાનું વર્ચસ્વ હોય છે અને શિકાર કાયમ સમૂહમાં કરવાને પ્રાધાન્ય આપે છે. સ્પર્મ વ્હેલની એક મજેદાર વાત એ છે કે આ જૂથની માતા ખોરાકની શોધમાં શિકાર કરવા ખૂબ ઊંડે જાય ત્યારે અન્ય સહયોગીઓને બેબી સીટિગની જવાબદારી સોંપીને જાય છે.

Also work : મરદ માણસ

મેરી રિક્ષા સબસે નિરાલી…

કુંવારા બાપ' ફિલ્મમાંમૈં હૂં ઘોડા, યે હૈ ગાડી, મેરી રિક્ષા સબસે નિરાલી, ઘર તક પહુંચા દેનેવાલી’ ગીત મેહમૂદ – કિશોર કુમારની જુગલબંધીએ યાદગાર બનાવી દીધું હતું.

મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના ગઢ હિંગળજ ગામના એક ડ્રાઈવરની રિક્ષા તો બ્યુટી કૉન્ટેસ્ટની પદમણી સાબિત થઈ યાદગાર બની ગઈ છે.

આજના પેકેજિંગના જમાનામાં સજાવટનો મહિમા એ હદે વધી ગયો છે કે પેસેન્જરોને આકર્ષવા રિક્ષામાં ઑક્સિજન ટેન્ક, કૅમેરા, એલસીડી સ્ક્રીન, સ્મોક ડિટેક્ટર, વાઈફાઈ અને ફ્રિજ જેવી સગવડ સાડા ચાર લાખ રૂપિયા ખર્ચી ઉપલબ્ધ કરી છે. રિક્ષામાં છત્રપતિ શિવાજી મહારાજ, છત્રપતિ સંભાજી રાજે, રાજર્ષિ શાહુ મહારાજ, ડૉ.બાબાસાહેબ આંબેડકર જેવી મહાન વિભૂતિઓની તસવીરો મૂકી છે. આ ઉપરાંત ઈમરજન્સી નંબર, પોલીસ સ્ટેશન નંબર, મહારાષ્ટ્રના કિલ્લાઓની યાદી પણ છે. મુસાફરી કરતા લોકો ઐતિહાસિક રિક્ષામાં સવાર થઈ જ્ઞાન સાથે ગમ્મતનો આનંદ મેળવી રહ્યા છે. રિક્ષાઓની બ્યુટી કૉન્ટેસ્ટમાં આ રિક્ષાને `કોલ્હાપુર સુંદરી’નો એવોર્ડ મળ્યો હતો.

લ્યો કરો વાત!

ઠંડી મેં ગરમી કા એહસાસ’ છે આમ તો કોઈ પ્રોડક્ટની માર્કેટિગ લાઈન, પણ વિદેશમાં રહેતી ભારતીય મહિલાએ જુગાડ’નું વિશિષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો અનુસાર કેનેડાની કાતિલ ઠંડીમાં સિદ્ધાર્થ ખન્ના નામનો યુવક ગરમ ગરમ પરોઠાનો સ્વાદ લેતો નજરે પડે છે.

Also work : જન્મદિવસ : બાળપણની યાદોને તાજી કરવાનો ઉત્સવ…

સિદ્ધાર્થનાં માતુશ્રીએ પરોઠા એક થર્મોસમાં પેક કરી આપ્યા અને – 14 ડિગ્રી સેન્ટિગ્રેડમાં દીકરો થર્મોસમાંથી પરોઠા બહાર કાઢે છે ત્યારે એમાંથી વરાળ નીકળતી દેખાય છે. ગરમ ગરમ પરોઠા દીકરાના દિલને ટાઢક આપે છે અનેગરમ વસ્તુ ગરમ રહે’ એ થર્મોસના સિદ્ધાંત ને માતુશ્રીના જુગાડની કમાલ બતાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને