Adani Group confirms nary  charges against Gautam Adani and directors successful  the US

મુંબઇ: અદાણી ગ્રીન એનર્જીએ એક નિવેદન જાહેર કરીને કંપનીના ડિરેક્ટર્સ ગૌતમ અદાણી,(Gautam Adani) સાગર અદાણી અને વિનીત જૈન પર યુએસ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ (એફસીપીએ) હેઠળ મુકાયેલા આરોપને ફગાવી દીધા છે. કંપનીએ કહ્યું છે કે આવા નિવેદનો સંપૂર્ણપણે ખોટા છે. અદાણી ગ્રીન એનર્જીના જણાવ્યા મુજબ, ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન પર યુએસ ડીઓજે અથવા યુએસ એસઈસી સિવિલ ફરિયાદમાં નિર્ધારિત બાબતોમાં FCPAના કોઈપણ ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો નથી. અદાણી ગ્રીન એનર્જીએ બુધવારે સ્ટોક સાથે ફાઈલ કરાયેલ રેગ્યુલેટરી ફાઈલિંગમાં આ માહિતી આપી છે.

અદાણી ગ્રુપના શેરના ભાવમાં ઉછાળો

જોકે, અદાણી ગ્રુપે અમેરિકાના તમામ આરોપ ફગાવ્યા બાદ અદાણી ગ્રુપની તમામ લિસ્ટેડ કંપનીઓના શેરના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ નો શેર 2.47 ટકા વધીને રૂપિયા 920.75 થયો હતો. અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 3.39 ટકા વધીને રૂપિયા 2,223.40 અને અદાણી એનર્જી સોલ્યુશન્સ 5.95 ટકા વધીને રૂપિયા 636.50 થયો હતો.અદાણી ટોટલ ગેસ લિમિટેડમાં 4.54 ટકા, અદાણી પોર્ટ્સમાં 1.46 ટકા, અદાણી વિલ્મરમાં 2.26 ટકા, અંબુજા સિમેન્ટ્સમાં 1.20 ટકા, અદાણી પાવરમાં 5.29 ટકા, સાંઘી ઇન્ડસ્ટ્રીઝમાં 1.15 ટકા, એસીસીમાં 1.27 ટકા અને એનડીમાં 3.05 ટકા છે વધારો થયો છે.


Also read: અંબાણી માટે સંકટમોચક બનશે અદાણી, કરશે આ ડીલ


ગૌતમ અદાણી પર લાંચનો આરોપ નથી

અદાણી ગ્રૂપે જણાવ્યું હતું કે ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને વિનીત જૈન પર યુએસમાં ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસના ફોરેન કરપ્શન પ્રેક્ટિસ એક્ટ મુજબ લાંચ લેવાનો કોઇ આરોપ મૂકવામાં આવ્યો નથી. માત્ર અન્ય કંપનીઓના અધિકારીઓ પર લાંચ લેવાનો આરોપ છે. અદાણી ગ્રીન એનર્જી અનુસાર અદાણી ગ્રુપના અધિકારીઓ પર લાંચ અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા સમાચાર સંપૂર્ણપણે ખોટા છે.

FCPAના કોઈપણ ઉલ્લંઘનનો આરોપ નથી

અદાણી ગ્રુપે તેના ફાઇલિંગમાં અદાણી ગ્રીન એનર્જીએ અદાણી જૂથના અધિકારીઓ સામે લાંચ અને ભ્રષ્ટાચારના આરોપો પર વિવિધ મીડિયા હાઉસ દ્વારા કરવામાં આવેલા રિપોર્ટિંગને ખોટું ગણાવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર મીડિયા લેખો જણાવે છે કે અમારા કેટલાક ડિરેક્ટર્સ ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન પર યુએસ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ (FCPA)નું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. આ સંપૂર્ણપણે ખોટું છે.


Also read: આટલો ઓછો પગાર લે છે ગૌતમ અદાણી!


ડિરેક્ટરો સામે કરાયેલા આરોપોને નકારી કાઢ્યા હતા

અદાણી ગ્રીન એનર્જીના જણાવ્યા મુજબ, ગૌતમ અદાણી સાગર અદાણી અને વિનીત જૈન પર યુએસ DOJઆરોપ અથવા યુએસ SECસિવિલ ફરિયાદમાં નિર્ધારિત બાબતોમાં FCPAના કોઈપણ ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો નથી. અદાણી ગ્રૂપે આ અગાઉ યુએસ ન્યાય મંત્રાલય અને યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા તેની પેટાકંપની અદાણી ગ્રીનના ડિરેક્ટરો સામે કરાયેલા આરોપોને નકારી કાઢ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને