(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના શિક્ષણ વિભાગે ‘મિશન એડમિશન’ આ ઝુંબેશ સાથે આધુનિક, ગુણવત્તાસભર અને ડિજિટલ શિક્ષણ પર ભાર આપતું પોતાનું ૩,૯૫૫.૬૪ કરોડ રૂપિયાનું બજેટ મંગળવારે જાહેર કર્યું હતું, જે ગયા વર્ષની સરખામણીમાં ૪૫૭.૮૨ કરોડ રૂપિયા વધારે છે. શિક્ષણ બજેટમાં અનેક નવી યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં બાળકોને ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ મળી રહે તે માટે નવા શિક્ષકોની ભરતીની સાથે જ નવી સીબીએસઈ બોર્ડની સ્કૂલ ચાલુ કરવાની, રોબોટિક્સ લેબોરેટરી બનાવવા વગેરે યોજનાની જાહેરાત કરવામાં આવી છે.
Also work : BMC નું જમ્બો બજેટઃ જાણો શહેર માટે શું શું સપના દેખાડ્યા છે બજેટમાં…
પાલિકાના ૨૦૨૫-૨૬ના ૩,૯૫૫.૫૪ કરોડ રૂપિયાના શિક્ષણ બજેટમાં ‘મિશન એડમિશન’ આ ઝુંબેશ હેઠળ વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા પર ભાર આપવામાં આવવાનો છેે. આ ઝુંબેશને કારણે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતો હોય છે.
બજેટમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રકચર, સુરક્ષા અને બાળકોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવામાં આવ્યુંં છે. ઉચ્ચ ગુણવત્તા શિક્ષણ પર ભાર આપતા સીબીએસઈ સ્કૂલની સંખ્યા વધારવાની સાથે જ સીસીટીવી સુરક્ષા, ડિજિટલ ક્લાસરૂમ અને વર્ચ્યુઅલ ટ્રેનિંગ સેન્ટર, ઈ-લાઈબ્રેરી, ડિજિટલ ક્લાસરૂમ, ટેબ સપ્લાય જેવી યોજ્નાઓની જાહેરાત કરવામાં આવી છે. નાણાકીય શિક્ષણ, રોબોટિક્સ અને સાઈબર અવેરનેસના કાર્યક્રમ પણ પાલિકાની સ્કૂલોમાં કરવામાં આવવાના છે.
ગયા વષે પાલિકાએ ૨૦૨૪-૨૫માં શિક્ષણ માટે ૩,૪૯૭.૮૨ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું, જેમાં બાદમાં સુધારા કર્યા બાદ તેને ૩,૩૨૧.૫૫ કરોડ રૂપિયાનું કરવામાં આવ્યું હતું.
Also work : Budget 2025: બજેટમાં રેલવે માટે ગુજરાતને 17,155 કરોડ-મહારાષ્ટ્રને 23,778 કરોડની ફાળવણી
પાલિકાની સ્કૂલમાં ભણતા બાળકોને સ્કૂલના સાહિત્યને લગતી ૨૭ વસ્તુનું વિતરણ કરવાની સાથે બેસ્ટની બસમાં મફતમાં પ્રવાસની સુવિધા આ વર્ષે પણ ચાલુ રાખવામાં આવવાની છે. તે માટે ૨.૭૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
પાલિકાએ એસટીઈએમ રોબોટિક્સ માટે ૧૦ કરોડ રૂપિયા, સાયબર શિક્ષણ યોજના માટે ૧૧૧.૮૦ કરોડ રૂપિયાની જોગવાઈ, વિદ્યાર્થી મૂલ્યાંકન સિસ્ટમમાં પહેલાથી આઠમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓના માટે નવી સિસ્ટમ અમલમાં મૂકવામાં આવશેે, જેમાં સ્કોલરશિપ અને ઓલમ્પિયાડ જેવી પરીક્ષાઓની તૈયારી કરાવાશે.
તે માટે બજેટમાં ૧.૭૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. બાળવાડીથી ૧૦મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે પૂરક પોષણ આહારની યોજના અમલમાં મૂકી છે, તે માટે બજેટમાં લગભગ ૧,૧૦૧.૩૭ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સાયન્સ પાર્ક, વિદ્યાર્થીઓનું ઈંગ્લિશ સુધારવા માટે ઈંગ્લિશ લેબ બનાવવામાં આવશે અને તેના માટે ૧૦ કરોડ રૂપિયાની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. ફાયર કંટ્રોલ સ્ટિકર, આર્થિક શિક્ષણ મિશન વગેરે યોજના પર બજેટ જોગવાઈ કરી છે. સાયબર ક્રાઈમ વધી રહ્યા હોવાથી બાળકોને સાઈબર ક્રાઈમના પાઠ ભણાવવામાં આવશે. ઈન્ટરનેટનો ઉપયોગ વધી રહ્યો હોવાથી ક્રાઈમ વધી રહ્યા હોવાથી બાળકોને તેના પાઠ ભણાવાશે.
Also work : Mumbai-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું પૂરજોશમાં, આટલા ટકા કામ પૂર્ણ થયું
સીબીએસઈ બોર્ડની ચાર નવી સ્કૂલ ખોલવામાં આવશે. મુંબઈ પબ્લિક સ્કૂલ, શાંતિ નગર, મુંબઈ પબ્લિક સ્કૂલ નટવર પારેખ ક્મ્પાઉન્ડ, મુંબઈ પબ્લિક સ્કૂલ માલવણી અને મુંબઈ પબ્લિક સ્કૂલ વર્ષા નગર, વીર સાવરકર માર્ગમાં ચાલુ કરવામાં આવવાની છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને