30-hour h2o  chopped  successful  galore  areas of Mumbai adjacent  week Screen Grab: Times Now

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવી ૨,૪૦૦ મિલિમીટર વ્યાસની પાઈપલાઈનના કામ માટે આવતા અઠવાડિયે બુધવારથી ગુરુવાર સાંજ સુધી ૩૦ કલાક માટે પૂર્વ અને પશ્ચિમ ઉપનગરના અમુક વિસ્તારોમાં પાણીપુરવઠો બંધ રહેશે. આ દરમ્યાન નાગરિકોને પાણી સંભાળીને વાપરવાની અપીલ પાલિકા દ્વારા કરવામાં આવી છે.

પાલિકાના પાણીપુરવઠા વિભાગના જણાવ્યા મુજબ પવઈ ઍંકર બ્લોકથી મરોશી વોટરટનલ (ટનલ શાફ્ટ) દરમ્યાન પાલિકા મારફત નવી ૨,૪૦૦ મિલિમીટર વ્યાસની પાણીની પાઈપલાઈનને નાખવાનું કામ પૂરું થયું છે. તેથી ૧,૮૦૦ મિલીમીટર લ્યાસની તાનસા-પૂર્વ અને પશ્ચિમ આ બે પાઈપલાઈન આંશિક રીતે ખંડિત કરીને નવી ૨,૪૦૦ મિલીમીટર ન્યાસની પાઈપલાઈનને ચાલુ કરવામાં આવવાની છે.

આ કામ બુધવાર પાંચ ફેબ્રુઆરી, ૨૦૨૫ના સવારના ૧૧ વાગ્યાથી ગુરુવાર, છ ફેબ્રુઆરી, ૨૦૨૫ના સાંજના પાંચ વાગ્યા સુધી ૩૦ કલાક માટે ઉપનગરના એસ, એલ, કે-પૂર્વ, એચ-પૂર્વ અને જી-ઉત્તર વોર્ડના અમુક વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે.
એસ વોર્ડમાં ભાંડુપ (પશ્ચિમ)નો વિસ્તાર સહિત એલ.બી.એસ. રોડ, એલ વોર્ડમાં કુર્લા (પશ્ચિમ), કુર્લા-અંધેરી રોડ, જરીમરી, ઘાટકોપર-અંધેરી લિંક રોડ, સાકીવિહાર રોડ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. જી-ઉત્તર વોર્ડમાં ધારાવી, માહિમ જેવા વિસ્તારોમાં પાંચ ફેબ્રુઆરી બુધવારના રોજ પાણીપુરવઠો બંધ રહેશે. પાઈપલાઈન ચાલુ કર્યા બાદ અમુક દિવસ નાગરિકોને ડહોળું પાણી મળશે,તેથી પાણી ઉકાળીને અને ગાળીને પીવાનું રહેશે.

આ પણ વાંચો…પુણેમાં જીબીએસ સિન્ડ્રોમને કારણે વધુ એક મોત…

જી-ઉત્તર વોર્ડમાં ધારાવી, માહીમ, માટુંગા, કે- પૂર્વમાં અંધેરી (પૂર્વ), ઈન્ટરનેશનલ ઍરપોર્ટ વિસ્તાર, સીપ્ઝ ચકાલા, મલપા ડોંગરી એક નંબર અને બે નંબર, સાંતાક્રુઝ (પૂર્વ) અને વિલેપાર્લેના અમુક વિસ્તાર સહિતના વિસ્તારોમાં પાણીપુરવઠો પાંચ અને છ ફેબ્રુઆરી બંને દિવસ બંધ રહેશે. એચ-પૂર્વ વોર્ડના બાન્દ્રા પૂર્વના બાન્દ્રા ટર્મિનસ, ખેરવાડી, બહેરપાડા, ખેરનગર, નિર્મલ નગરમાં છ ફેબ્રુઆરીના પાણીપુરવઠો બંધ રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને