ભારતના દિગ્ગજ ખેલાડી વીરેન્દ્ર સહેવાગે (Virendra Sehwag) પાકિસ્તાનના મુલતાનના સ્ટેડીયમમાં વર્ષ 2004માં ત્રેવડી સદી ફટકારી હતી આ

મુલતાન: ભારતના દિગ્ગજ ખેલાડી વીરેન્દ્ર સહેવાગે (Virendra Sehwag) પાકિસ્તાનના મુલતાનના સ્ટેડીયમમાં વર્ષ 2004માં ત્રેવડી સદી ફટકારી હતી આ સાથે જે તે ‘મુલતાન કા સુલતાન’ તરીકે જાણીતો થયો હતો, આજે મુલતાનને નવો સુલતાન મળ્યો છે. ઈંગ્લેન્ડના 25 વર્ષીય ખેલાડી હેરી બ્રુકે (Harry Brook) પાકિસ્તાન સામે મુલતાનના મેદાન પર રમાઈ રહેલી ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ(ENG vs PAK)ની પ્રથમ મેચમાં ત્રેવડી સદી ફટકારી છે અને વીરેન્દ્ર સેહવાગના 309 રનના રેકોર્ડને તોડી નાખ્યો હતો, તણે 317 રનની ઇનિંગ રમી.

આ મેચમાં હેરી બ્રુક બેટિંગ કરવા આવ્યો ત્યારે ઈંગ્લેન્ડની ટીમે 249ના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. તેણે જો રૂટ સાથે મળીને ચોથી વિકેટ માટે 454 રનની રેકોર્ડ પાર્ટનરશીપ કરી અને ટીમને ખૂબ જ મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી હતી. જ્યારે હેરી બ્રુકે તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ ત્રેવડી સદી માત્ર 310 બોલમાં ફટકારી હતી.

હેરી બ્રુક ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનાર ઈંગ્લેન્ડનો છઠ્ઠો બેટ્સમેન બન્યો છે, જે 1990 પછી આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ઈંગ્લેન્ડનો ખેલાડી બન્યો છે. આ સિવાય હેરી બ્રુક ઈંગ્લેન્ડ માટે ત્રેવડી સદી ફટકારનાર લેન હ્યુટન પછી બીજો સૌથી યુવા ખેલાડી બની ગયો છે.

હેરી બ્રુકે ટેસ્ટ ક્રિકેટમાં બીજી સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારી છે, વીરેન્દ્ર સેહવાગનું નામ આ યાદીમાં પ્રથમ સ્થાને છે, સેહવાગે 2008માં દક્ષિણ આફ્રિકા સામે ચેન્નાઈ ટેસ્ટ મેચમાં 278 બોલમાં 300 રન બનાવ્યા હતા. આ સિવાય હેરી બ્રુક ટેસ્ટ ક્રિકેટમાં પાકિસ્તાન સામે ત્રેવડી સદી ફટકારનાર 5મો ખેલાડી બની ગયો છે. બ્રૂક્સ પહેલા આ મેદાન પર માત્ર વીરેન્દ્ર સેહવાગે જ ત્રેવડી સદી ફટકારી હતી.

Also Read –