‘ઈંટનો જવાબ…આખા પહાડથી આપીશું’ ઋષભ પંતે ઓસ્ટ્રેલીયા સામે પડકાર ફેંક્યો

2 hours ago 1

મુંબઈ: ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે રમાયેલી ત્રણ મેચની સિરીઝમાં ભારતને 3-0થી કરમી હાર મળી, હવે ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયા સામે તેમની ધરતી પર જ પાંચ ટેસ્ટ મેચની ‘બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમશે’ (IND vs AUS Border Gavaskar trophy) રમશે, આ માટે ભારતીય ખેલાડીઓ ઓસ્ટ્રેલીયા પહોંચી રહ્યા છે. ક્રિકેટ ચાહકો પણ આ સિરીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એ પહેલા ભારતના સ્ટાર બેટ્સમેન રિષભ પંતે (Rishabh Pant) ઓસ્ટ્રેલીયાને પડકાર ફેંક્યો છે.

Also read: AUS vs PAK: પાકિસ્તાની બોલરો સામે વર્લ્ડ ચેમ્પિયન ટીમે ઘૂંટણ ટેક્યા, 34 વર્ષમાં આવું પહેલીવાર બન્યું

સોશિયલ મીડિયા પર રિષભ પંતનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં તે કહેતો જોવા મળે છે કે, “જ્યારે ઓઝી(Aussie) કાનમાં સંભળાય છે, ત્યારે મનને ગમતું નથી, તો કંઇક પેઈનફુલ બોલો. આ વિષયના પહેલો એપિસોડ છે, ઈંટનો જવાબ પથ્થરથી નહીં આખા પહાડથી આપવામાં આવશે.”

નોંધનીય છે કે, ODI વર્લ્ડ કપ 2023ના ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલીયાએ ભારતને હરાવ્યું હતું, આખા ટુર્નામેન્ટમાં અજય રહેલી ભારતીય ટીમ ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલીયા સામે હારી ગઈ હતી. ભારત આ હારનો બદલો લેવા ઈચ્છશે.

Also read: Alert: પશ્ચિમ રેલવેમાં ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર, 3 આરોપી પકડાયા

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024/25ની શરૂઆત 22 નવેમ્બરથી થઈ રહી છે. શ્રેણીની પ્રથમ મેચ 22 થી 26 નવેમ્બરની વચ્ચે પર્થમાં, બીજી મેચ 6 થી 10 ડિસેમ્બરની વચ્ચે એડિલેડમાં, ત્રીજી મેચ 14 થી 18 ડિસેમ્બરની વચ્ચે બ્રિસ્બેનમાં, ચોથી મેચ 26 થી 30 ડિસેમ્બરની વચ્ચે મેલબોર્નમાં અને પાંચમી મેચ 03 થી 07 જાન્યુઆરી વચ્ચે સિડનીમાં રમાશે.

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દમિયાન ટીમ ઈન્ડિયાને રિષભ પંત પાસેથી ઘણી અપેક્ષાઓ છે. ન્યુઝીલેન્ડ સામે તાજેતરની ટેસ્ટ સિરીઝમાં રિષભે સારું પ્રદર્શન કર્યું હતું. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપના ફાઈનલમાં પ્રવેશ માટે ભારતીય ટીમે 5માંથી 4 મેચ જીતવી પડશે, એવું નહીં થાય તો બીજી ટીમોના પોઈન્ટ્સ પર આધાર રાખવો પડશે.

Also read: આજે ભારત-સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20, વર્લ્ડ કપ ફાઇનલનું `રીરન’

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા:
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઇશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસીદ્ધ કૃષ્ણ, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી અને વોશિંગ્ટન સુંદર.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article