મુંબઈઃ ટ્રેનમાં કે બસમાં તમે ગમે તેટલો સામાન ભરીને જાઓ, પણ જો તમે એર ટ્રાવેલિંગ કરતા હો તો તમારા સામાનનું વજન મહત્વનું બની જાય છે અને આ માટેના નિયમો તમારે ફોલો કરવા જ પડે છે. ડોમેસ્ટિક ટ્રાવેલિંગ અને ઈન્ટરનેશનલ ટ્રાવેલિંગ માટે સામાનના અલગ અલગ નિયમો છે અને જો તમે નિયમ તોડી વધારે સામાન લઈ જવા માગતા હો તો તમારે પૈસા ચૂકવવા પડે છે, પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી છે, જેમાં મુસાફરનું કહેવાનું છે કે તેનું લગેજ નિયમ અનુસાર જ હતું, પરંતુ એરપોર્ટ પરના વજનકાંટામાં વધારે બતાવી પૈસા લૂંટવામાં આવી રહ્યા છે.
આ વીડિયો ચંડીગઢ એરપોર્ટ પર બનેલી ઘટનાનો છે.
એક મુસાફરે આ અનુભવ ઈન્સ્ટાગ્રામ પેજ @thewolfofjobstreet પર શેર કર્યો છે. તેના દાવા મુજબ, તે 30 જાન્યુઆરીએ સાંજે 4 વાગ્યાની આસપાસ ઈન્ડિગોની ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યો હતો. તે સમયે, ચંદીગઢ એરપોર્ટ પર સામાનનું વજન કરતી વખતે કંઈક ખોટું થયું હોવાનું ધ્યાને આવ્યું હતું. એક વજન કાંટા પર સામાન 12 કિલો 300 ગ્રામ દર્શાવતો હતો જ્યારે બાજુના જ વજનના કાંટા પર તે 14 કિલો 50 ગ્રામ બતાવતો હતો. એટલે કે બંને કાંટા વચ્ચે લગભગ 2 કિલો 300 ગ્રામનો તફાવત હતો. તેણે જ્યારે આ અંગે ત્યાં હાજર સ્ટાફ સાથે વાત કરી ત્યારે તેને ઉડતો જવાબ આપવામાં આવ્યો અને તેની વાત ગંભીરતાથી લેવામાં આવી નથી.
આ પણ વાંચો…ગ્રીન પોર્ટ તરફ એક ડગલુંઃ ઇલેક્ટ્રિક લોડર્સથી કંડલા બંદરમાં કાર્ગોનું હેન્ડલિંગ શરૂ કરાયું
તેણે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી પોતાની નારાજગી દર્શાવી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને