kangana ranaut exigency  and ajay devgn azaad container  office

પુષ્પા-2 ધ રૂલ બાદ બૉક્સ ઓફિસ પર આવેલી તમામ બિગ બજેટ ફિલ્મ લગભગ ફ્લૉપ ગઈ છે. 2025માં રિલિઝ થયેલી ચાર ફિલ્મોએ દર્શકોને નિરાશ કર્યા છે અને બૉક્સ ઓફિસ પર કોઈ કમાલ દેખાડી શકી નથી.

આ પણ વાંચો :Saif Ali Khan પરના હુમલા અંગે કરિનાના એકસ બોયફ્રેન્ડને પૂછાયો સવાલ, ગુસ્સામાં કહ્યું…

ગયા અઠવાડિયે ફતેહ અને ગેમ ચેન્જર રિલિઝ થઈ હતી અને બન્ન ધારી સફળતા મેળવી શકી નથી. આ શુક્રવારે એટલે કે ગઈકાલે કંગના રનૌતની ડિરેક્શનલ પોલિટિકલ ડ્રામા અને બાયોપિક ઈમરજન્સી રિલિઝ થઈ અને અજય દેવગન તેમ જ રાશા થડાની અને અમન દેવગનની પિરિયોડિકલ ડ્રામા આઝાદ રિલિઝ થઈ, પરંતુ બંને ફિલ્મો પહેલા દિવસે દર્શકોને રિઝવી શકી નથી.

ઈમરજન્સી આઝાદ કરતા આગળ નીકળી છે, પરંતુ આ વીકએન્ડમાં ખાસ કંઈ કમાણી કરી શકે તેમ નથી, હા કંગનાના અભિનયે ફરી લોકોને છક્ક કરી દીધા છે.

ઈમરજન્સીની વાત કરીએ તો ફિલ્મે પહેલા દિવસે 2.39 કરોડનું કલેક્શન કર્યું છે જ્યારે આઝાદ માંડ રૂ. 1.9 કરોડ એકઠા કરી શક્યું છે.

ઈમરજન્સી ઈન્દિરા ગાંધીએ જાહેર કરેલી કટોકટી પર આધારિત છે, પરંતુ લોકોને હવે આ એકની એક ચવાયેલી ઐતિહાસિક બાબતો જોવામાં રસ નથી, તો આઝાદમાં વાર્તાના ઠેકાણા નથી અને અભિષેક કપૂરનું ડિરેક્શન પણ પ્રભાવશાળી નથી.

આ પણ વાંચો : 83 વર્ષેય એવી તે શું મજબૂરી છે કે કામ પર જવું પડે છે Amitabh Bachchanને? ખુદ કર્યો ખુલાસો…

બન્ને ફિલ્મના મિક્સ રિવ્યુ આવ્યા છે, પરંતુ મોટેભાગે બન્ને ફિલ્મો વખોડાયેલી છે અને અપેક્ષાઓ પર ખરી ઉતરી નથી.
બન્ને ફિલ્મો આ વીક એન્ડમાં કેટલી કમાણી કરશે તે જોવાનું રહેશે જ્યારે આવતા વીક સુધી ટકવું મુશ્કેલ છે તેમ લાગી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને