ભુજ: થોડા સમય અગાઉ પ્રતિકિલો દીઠ 150થી 200 રૂપિયાના આસમાની ભાવે બજારોમાં મળતા ટામેટાંનું આ વખતે કચ્છમાં મબલખ ઉત્પાદન થયું હોવા છતાં પણ ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા અત્યારે જ્યાં નજર પડે ત્યાં આ ટમેટાંના ઢગલે-ઢગલા જોવા મળી રહ્યા છે.
Also work : કચ્છમાં દૂધાળા પશુમાંથી દૂધનું ઉત્પાદન વધારવા માટે વૈજ્ઞાનિક પ્રયોગ હાથ ધરાશે
અસહ્ય મોંઘવારીના બોજ હેઠળ દબાયેલા લોકો માત્ર કિલો દીઠ ૧૫-૨૦ રૂપિયાના ભાવે હોંશે-હોંશે ટમેટાં ખરીદતા જોવા મળી રહ્યા છે. આમ પણ શાકભાજીના ભાવ આસમાનને આંબી રહ્યા છે ત્યારે એક સમયે મજબૂરીમાં ૮૦ રૂપિયામાં નાના કદના ૩-૪ છૂટક ટમેટાં લેનારી ગૃહિણીઓ જમવામાં આખી થાળી ભરાય એટલા ટમેટાનો સલાડ હોંશભેર પરિવારને પીરસી રહી છે.
ખેડૂતોને ન મળ્યો યોગ્ય ભાવ
અલબત્ત, લોકોને રાહત જરૂર થઇ છે પરંતુ ખેડૂતોને બજારમાં યોગ્ય ભાવ જ ન મળતાં તેઓ ટમેટાના ઢગલાને પશુઓને ખવરાવવા માટે મજબુર બન્યા છે. ખાસ કરીને કચ્છના નખત્રાણામાં તમાટરની બમ્પર આવક થઇ છે અને ભાવ સાવ તળિયે બેસી જતાં કિસાનોને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.
Also work : હમીરસર તળાવ વૈશ્વિકસ્તરે ઝળક્યુંઃ દુનિયાના 25 જોવાલાયક સ્થળમાં મળ્યું સ્થાન
ખેડૂતો ટામેટાં ગાયોને ચારામાં આપવા મજબૂર
દરમ્યાન, નખત્રાણાના જીવદયા પ્રેમી શિવ રાજદે નામના વેપારીએ ખેડૂતો પાસેથી 600 કિલો ટમેટા ખરીદીને ગાયોના ચારામાં આપી દીધા હતા. આ વખતે વાવેતર વધારે થયું હોય અને સારા વરસાદ અને હવામાન પણ માફક આવતાં ઉત્પાદન ધાર્યાં કરતાં અનેકગણું થયું હોવાથી ઉત્પાદનકારોને પૂરતા ભાવ મળ્યા નથી. પ્રતિ કિલો રૂપિયા ત્રણથી ચાર મળતા વેચાણ કરવાને બદલે ગાયોને ચારામાં આપી રહ્યા છે. આગામી દિવસોમાં ચૈત્ર-વૈશાખમાં ફરી ટમેટાના ભાવ આસમાને રહેશે તેવું એક ખેડૂતે અનુમાન વ્યક્ત કર્યું છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને