ફેબ્રુઆરી મહિનો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો સાબિત થવાનો છે, કારણ કે આ જ મહિનામાં અનેક મહત્ત્વના ગ્રહોએ ગોચર કર્યું છે અને હજી અમુક મહત્ત્વના ગ્રહો ગોચર કરી રહ્યા છે. આજે ગ્રહોના રાજા સૂર્યએ ગોચર કરીને કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે, જ્યાં પહેલાંથી જ ન્યાયના દેવતા શનિદેવ બિરાજમાન છે. આમ કુંભ રાશિના શનિ અને સૂર્યની યુતિ થઈ રહી છે. બે શત્રુ ગ્રહોની યુતિની તમામ રાશિના જાતકો પર અસર જોવા મળશે, પણ ત્રણ રાશિ એવી છે કે જેમને આ યુતિથી વિશેષ લાભ થઈ રહ્યો છે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આજે એટલે કે 12મી ફેબ્રુઆરીના માઘ મહિનાની પૂર્ણિમા છે અને આ જ દિવસે શનિ અને સૂર્યની થઈ રહેલી યુતિ અમુક રાશિમા માટે લાભદાયી સાબિત થશે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય અને શનિને પિતા અને પુત્ર તરીકે ઓળખવામાં આવે છે અને આ ઉપરાંત તેઓ બંન્ને શત્રુ ગ્રહો પણ છે. કુંભ રાશિનો સ્વામી શનિ છે અને શનિની રાશિમાં જ સૂર્ય-શનિની મહાયુતિ થશે. આ મહાયુતિ કેટલીક રાશિઓને ઘણી પરેશાનીનું કારણ બનશે, પરંતુ 3 રાશિઓને આ યુતિ માલામાલ બનાવી રહી છે, આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
વૃષભઃ
વૃષભ રાશિના જાતકો માટે સૂર્ય અને શનિની કુંભ રાશિમાં થઈ રહેલી યુતિ ખૂબ જ ફાયદાકારક સાબિત થવા જઈ રહી છે. આ રાશિના જાતકોને નવી નોકરી મળવાની સંભાવનાઓ બની શકે છે. નવો વ્યવસાય શરૂ કરવા માટે આ સમય અનુકૂળ છે. ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. પૈતૃક સંપત્તિથી લાભ થશે. બીમારીઓમાંથી મુક્તિ મળશે. વૈવાહિક જીવનમાં ખુશહાલીઓ આવશે.
કન્યાઃ
કન્યા રાશિના જાતકો માટે કુંભ રાશિમાં થઈ રહેલી શનિ અને સૂર્યની યુતિ શુભ પરિણામ આપી રહી છે. નોકરી કરી રહેલાં લોકો પગાર વધારાની રાહ જોઈ રહ્યા હતા તેમની આતુરતાનો અંત આવશે. પ્રમોશન પણ થશે. કામના સ્થળે જો કોઈ સમસ્યા આવી રહી હતી તો તેમાંથી પણ મુક્તિ મળશે. પિતા તરફથી સહયોગ મળશે. પ્રેમજીવન જીવી રહેલાં લોકો માટે આ સમય સારો છે.
આ પણ વાંચો : આજનું રાશિફળ (12-02-25): આ પાંચ રાશિના જાતકોને આજે થશે આર્થિક લાભ, નોકરીમાં મળશે પ્રમોશન… જોઈ લો તમારી રાશી પણ છે ને?
ધનઃ
ધન રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ સાહો રહેવાનો છે. આ સમયે આર્થિક સ્થિતિ મજબૂત બનશે. અણધારી ધન-સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે. રોકાણથી લાભ થશે. કરિયરમાં સફળતા મળશે. જીવનમાં સકારાત્મક બાબતો વધશે. માન-સન્માન વધશે. જૂની સમસ્યાઓ અને બીમારીઓથી તમને રાહત મળશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને