નવી દિલ્હીઃ હવેલા હરિયાણા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને હવે દિલ્હીમાં ચૂંટણી જીતી ભાજપે ડંકો વગાડી દીધો છે. સતત બે ટર્મથી આમ આદમી પક્ષ સામે કારમી હારનો સામનો કરી રહેલી ભાજપ 27 વર્ષ બાદ કૉંગ્રેસ અને આપના હાથમાંથી દિલ્હી ઝૂંટવવામાં સફળ રહી છે ત્યારે ભાજપના નેતાઓએ હવે આપના નેતા અરવિંદ કેજરીવાલને નિશાના પર લેવાનું શરૂ કરી દીધું છે. આપ માત્ર હારનો સામનો નથી કરી રહ્યો, પરંતુ તેમના મુખ્ય પ્રધાનના ત્રણ સંભવિત ચહેરાઓની હારની નાલેશી પણ વહોરી રહ્યો છે. પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, હાલનાં મુખ્ય પ્રધાન આતિશી અને નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયા પોતપોતાના મતદાર ક્ષેત્રમાં પાછળ ચાલી રહ્યા છે.
કેજરીવાલ ફરી જશે જેલમાં
ભાજપના સાંસદ યોગેન્દ્ર ચાંદલીયાએ જણાવ્યું છે કે કેજરીવાલ હવે ફરી તિહાડ જેલમાં જશે. તેઓ સીએમ તો શું વિધાનસભ્ય પણ રહેશે નહીં. કેજરીવાલા બધા જ મોડેલ ધરાશાયી થઈ ગયા છે અને તેઓ મુખ્ય પ્રધાન બનવાના સપના જોતા હતા, પરંતુ વિધાનસભ્ય પણ બની શકશે નહીં. તેમણે મોદીજીની વાત સાંભળવા અને તેમના પક્ષને વિજયી બનાવવા જનતાનો આભાર માન્યો હતો.
Also read: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડધમ શાંત, અરવિંદ કેજરીવાલે કર્યો આટલી બેઠકોનો દાવો
તો બીજી બાજુ અભિનેતા રવિકિશને જણાવ્યું હતું કે મોદીજીની ડબલ એન્જિનવાળી સરકાર હવે દેખાડશે કે રાજધાની કેવી હોવી જોઈએ. તેમણે કહ્યું કે હાલના ટ્રેન્ડમાં ભાજપ 42 પર જીતી રહી છે, પરંતુ સંપૂર્ણ આંકડા આવશે ત્યારે ભાજપ 50 બેઠક જીતી રહ્યું હશે. વિરેન્દ્ર સચદેવાએ આને કુશાશનની હાર સુશાસનની જીત જણાવી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને