ટોરેન્ટોઃ કેનેડામાં ફરી એક વખત પંજાબી ગાયકના ઘર પર ફાયરિંગની ઘટના બની છે. રિપોર્ટ પ્રમાણે, આ વખતે પંજાબી સિંગર પ્રેમ ઢિલ્લોંના ઘર પર હુમલો થયો છે. સોમવારે રાત્રે અજાણ્યા હુમલાખોરોએ સિંગરના ઘર બહાર ફાયરિંગ કર્યું હતું.
આ હુમલાની જવાબદારી જયપાલ ભુલ્લર ગેંગે લીધી હતી. ગેંગ તરફથી વાઇરલ પોસ્ટમાં ન માત્ર પ્રેમ ઢિલ્લોં પરંતુ સ્વ.ગાયક સિદ્ધુ મુસેવાલા અને જેલમાં બંધ ગેંગસ્ટર જમ્મુ ભગવાનપુરિયાનું પણ નામ લખવામાં આવ્યું હતું.
વાઇરલ પોસ્ટમાં લખવામાં આવ્યું કે, પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં દબદબાને લઇ આ ફાયરિંગ કરવામાં આવ્યુ છે. જેચા ખરાડે આ ઘટનાની જવાબદારી લઇને પંજાબીમાં એક પોસ્ટ કરી છે. જેમાં તેમણે પ્રેમ ઢિલ્લોંને અંતિમ ચેતવણી આપવાની વાત કરી છે. પોસ્ટમાં પ્રેમ ઢિલ્લોંએ પહેલા સિદ્ધુ મુસેવાલા સાથે કામ કર્યું અને બાદમાં તેના દુશ્મનો સાથે મળી ગયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ પોસ્ટમાં મૂસેવાલાના મોતની મજાક ઉડાવીને સહાનુભૂતિ માટે ગીત બનાવવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેણે વિરોધી કેવી ઢિલ્લોં સાથે મળીને નવું ગીત ચીટ એમપી 3 બનાવ્યું હતું. પ્રેમ ઢિલ્લોં બૂટ કટ, ઓલ્ડ સ્કૂલ અને માઝા બ્લોક જેવા હિટ ગીતો માટે જાણીતો છે.
સપ્ટેમ્બર 2023મા પંજાબી ગાયક એપી ઢિલ્લોંના ઘર બહાર પણ ફાયરિંગની ઘટના બની હતી. આ હુમલાની જવાબદારી લૉરેંસ બિશ્નોઈ ગેંગેના રોહિત ગોદરાએ લીધી હતી. નવેમ્બર 2024માં ગિપ્પી ગ્રેવાલના કેનેડા સ્થિતિ ઘરે પણ કથિત રીતે ફાયરિંગ થયું હતું. જેની જવાબદારી ખુદ લૉરેંસ બિશ્નોઈએ લીધી હતી.
કેનેડામાં પંજાબી સિંગર્સને ગેંગસ્ટર્સ દ્વારા મળતી ધમકીથી ઈન્ડસ્ટ્રીની સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે. કનેડાની સુરક્ષા એજન્સીઓ પણ આ ઘટનાને ગંભીરતાથી લઈ રહી છે. આ ફાયરિંગનો સંબંધ ગેંગસ્ટર લૉરેંસ બિશ્નોઈ અને તેના આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને