Central authorities  is bringing a caller   PAN paper  with QR code, cognize  what volition  hap  to the aged  card? Screen Grab: Times of India

નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટે સોમવારે દેશભરમાં PAN કાર્ડને અપગ્રેડ કરવા માટે PAN 2.0 પ્રોજેક્ટને મંજૂરી આપી છે. નવા PAN કાર્ડ હવે QR કોડ સાથે જારી કરવામાં આવશે. આવી સ્થિતિમાં લોકોને એવા સવાલ થાય છે કે તેમની પાસે જૂના કાર્ડ છે તે રદ થઇ જશે કે શું? તેઓ QR કોડ સાથે નવું પેન કાર્ડ કેવી રીતે મેળવી શકે? શું તેઓએ ફરીથી અરજી કરવી પડશે? તમારા મનમાં ઉદ્ભવતા આ બધા સવાલોના જવાબ અમે તમને આપીશું.

કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે PAN 2.0 પ્રોજેક્ટ વિશે માહિતી આપતા કહ્યું છે કે લોકોને તેમના પેન નંબર બદલવાની કોઈ જરૂર નથી. આ પ્રોજેક્ટ પાછળ 1,435 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે દરેક લોકોને નવું PAN કાર્ડ મળશે. હાલના પેન કાર્ડધારકોએ કંઈપણ બદલવાની કે નવા કાર્ડ માટે અરજી કરવાની જરૂર નથી.

નવા પેન કાર્ડમાં તમને કઈ નવી સુવિધાઓ મળશે? એવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, નવા કાર્ડમાં QR કોડ જેવા ફીચર્સ હશે. સરકારનો હેતુ PAN કાર્ડને પણ ડિજિટલ કરવાનો છે, જેને કારણે સરકારી એજન્સીઓની તમામ ડિજિટલ સિસ્ટમ માટે લોકોના સામાન્ય ઓળખકાર્ડ તરીકે PAN કાર્ડ વાપરી શકાશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે PAN અપગ્રેડેશન મફત હશે અને તે લોકોને તેમના ઘરે કે ઑફિસ પહોંચાડવામાં આવશે.

નવું PAN કાર્ડ આપવાની જરૂર કેમ પડી? એવા સવાલના જવાબમાં વૈષ્ણવે જણાવ્યું હતું કે, હાલમાં સોફ્ટવેર 15 થી 20 વર્ષ જૂનું છે. હાલમાં પેન કાર્ડ ઓપરેટ કરવા માટે જે સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે તે 15 થી 20 વર્ષ જૂનું છે અને તેમાં ઘણી સમસ્યાઓ આવે છે. નવી સિસ્ટમ હેઠળ, પેન કાર્ડ સંબંધિત તમામ વ્યવસ્થાઓ ડિજિટલ રીતે તૈયાર કરવામાં આવશે, જેથી લોકોની ફરિયાદોનો સમયસર નિકાલ કરી શકાય.

આ પણ વાંચો : Aadhaar કાર્ડને Pan Card સાથે લિંક નહીં કરતા 9,000 કર્મચારી દંડાયા, મળ્યો માત્ર ‘આટલો’ પગાર?

નોંધનીય છે કે દેશભરમાં લગભગ 78 કરોડ PAN જારી કરવામાં આવ્યા છે. તેમાંથી 98% વ્યક્તિગત માલિકીના છે. PAN 2.0 પ્રોજેક્ટ ઝડપી સેવાઓ અને કાર્યક્ષમતા દ્વારા કરદાતાઓને બહેતર અનુભવ આપશે અને લોકોને પણ કરદાતાની તરીકેની નોંધણી અને અન્ય સેવાઓમાં નોંધણી કરાવવામાં સરળતા રહેશે.

નવી સિસ્ટમનો હેતુ હાલની PAN/TAN 1.0 ઇકો-સિસ્ટમને અપગ્રેડ કરવાનો, કોર અને નોન-કોર PAN/TAN પ્રવૃત્તિઓ અને PAN વેરિફિકેશન સેવાને એક સાથે લાવવાનો છે. PAN 2.0ના ફાયદાઓ સમજાવતા, વૈષ્ણવે કહ્યું હતું કે, “ફરિયાદ નિવારણ સિસ્ટમ અપડેટ કરવામાં આવી રહી છે. ડેટાને સુરક્ષિત કરવા માટે PAN ડેટા વૉલ્ટ સિસ્ટમ સેટ કરવામાં આવી રહી છે. એક સંકલિત પોર્ટલ હોવાને કારણે અહીંથી જ તમને બધી માહિતી મળી જશે અને તમારે અલગ અલગ કામ માટે અલગ અલગ પોર્ટલની મુલાકાત લેવાની જરૂરિયાત દૂર થઈ જશે.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને