મુંબઈ: શનિવારે જાહેર થયેલા મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં મહા વિકાસ અઘાડીને કારમી હાર (MVA decision successful Maharashtra election) મળી છે. ત્યાર બાદ રાજ્યના રાજકારણમાં મોટા ફેરફારની આપેક્ષા છે. કોંગ્રેસ પાર્ટીએ 103 બેઠકો પરથી ચૂંટણી લડી હતી, જેમાંથી પાર્ટી માત્ર 16 બેઠકો જીતી શકી હતી. ત્યાર બાદ એવા આહેવાલો હતાં કે, કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ રાજીનામું આપી દીધું છે. નાના પટોલે સાકોલી બેઠક પરથી જીત મળેવી હતી, પરંતુ તેઓ માત્ર 208 મતથી જીત્યા હતા.
શું છે હકીકત:
જોકે આ આહેવાલો માત્ર આફવા નીકળ્યા છે, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ રાજીનામું આપ્યું નથી. નાના પટોલેની ઓફીસ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે રાજીનામાં અંગેના સમાચાર ખોટા છે અને કાવતરા પૂર્વક ફેલાવવામાં આવી રહ્યા છે.
નાના પટોલેનું કોંગ્રેસમાં ભૂમિકા:
ભૂતપૂર્વ સાંસદ નાના પટોલેએ 2021માં બાળાસાહેબ થોરાટની જગ્યાએ મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ પદનો હવાલો સંભાળ્યો હતો. તેમના નેતૃત્વ હેઠળ, કોંગ્રેસે આ વર્ષની શરૂઆતમાં લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં સારું પ્રદર્શન કર્યું હતું, કોંગ્રેસે 17 બેઠકોમાંથી 13 બેઠકો પર જીતી હતી. વિધાનસભાની ચૂંટણી પહેલા મહા વિકાસ અઘાડીના સાથી પક્ષો સાથે વાટાઘાટો માટે પણ તેમણે મહત્વનો ફાળો આપ્યો હતો.
બેઠકોની વહેંચણી બાબતે કોંગ્રેસ અને શિવસેના (UBT) અને NCP (શરદ પવાર) વચ્ચે ઘર્ષણ થયું. એક તબક્કે, એવા અહેવાલો આવ્યા હતા કે જો નાના પટોલે બેઠકમાં સામેલ હોય તો ઉદ્ધવ ઠાકર સેનાએ બેઠક વહેંચણીની વાટાઘાટોમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો.
સંજય રાઉતે નારાજગી દર્શાવી હતી:
ચૂંટણી પરિણામોના બે દિવસ પહેલા પણ એવા અહેવાલ હતાં કે જો મહા વિકાસ અઘાડીની સરકાર રચાશે નાના પટોલે મુખ્ય પ્રધાન બનશે, UBT આગેવાન સંજય રાઉતે આ અંગે નારાજગી પણ દર્શાવી હતી.
આ પણ વાંચો……Donald Trump શપથ લેતાની સાથે જ કરશે આ મોટી કાર્યવાહી
જોકે ચૂંટણીમાં મહા વિકાસ અઘાડીની કારમી હાર થઇ હતી, ભાજપની આગેવાની હેઠળની મહાયુતિએ 232નો બેઠકો જીતી હતી. કોંગ્રેસે મહારાષ્ટ્ર ચૂંટણીમાં તેનો અત્યાર સુધીનો સૌથી ખરાબ દેખાવ કર્યો હતો, છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી 44 બેઠકો ઘટીને આ વખતે 16 જ રહી ગઈ છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને