"Khambhat Municipality bureau   with documents and magnifying solid  highlighting scam investigation"

ખંભાત: ખંભાત નગરપાલિકામાં ભૂગર્ભ ગટર યોજના હેઠળ થયેલા મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. એક જાગૃત નાગરિકની ફરિયાદ બાદ પોલીસની તપાસમાં આ કૌભાંડ સામે આવ્યું હતું.

મહેશ કન્સ્ટ્રકશનને 28 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ
વર્ષ 2017માં ભાજપના શાસનકાળ દરમિયાન તત્કાલીન પ્રમુખ યોગેશ ઉપાધ્યાય અને કારોબારી સમિતિના અધ્યક્ષે વાપીની મહેશ કન્સ્ટ્રકશનને ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનના સમારકામ અને સફાઈનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. શરૂઆતમાં માસિક રૂ. 2,34,864ના દરે વાર્ષિક 28 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો.

ટેન્ડર પ્રક્રિયા વગર જ કોન્ટ્રાક્ટ રિન્યૂ કરાયો
જૂન 2020માં કોઈપણ ટેન્ડર પ્રક્રિયા વગર જ 30 ટકા વધારા સાથે કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવામાં આવ્યો હતો. છેલ્લા 6 વર્ષમાં માત્ર સમારકામ, સફાઈ અને વીમા પેટે 2 કરોડથી વધુની રકમ ચૂકવાઈ હતી. વધુમાં, 2023માં કોન્ટ્રાક્ટની મુદત પૂરી થયા બાદ પણ 9 માસનું એક્સટેન્શન આપીને વધારાના રૂ. 21.42 લાખ ચૂકવવામાં આવ્યા હતા, જે નગરપાલિકાના નિયમોનું ઉલ્લંઘન છે.

Also read: Gujaratમાં 11 નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલી

જાગૃત નાગરિકે કરી હતી ફરિયાદ
જાગૃત નાગરિક અરુણભાઈ ગોહિલની ફરિયાદના આધારે વડોદરા ઝોનના પ્રાદેશિક કમિશનર એસ.પી. ભાગોરાએ તપાસ કરી હતી. તપાસમાં ગેરરીતિઓ બહાર આવતા તેમણે પૂર્વ પ્રમુખ, કારોબારી ચેરમેન અને સંબંધિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ખંભાત નગરપાલિકાના પૂર્વ સત્તાધીશો સામે અગાઉ પણ ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને