મુંબઇઃ મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં આવેલી એક ડ્રાયક્લિનિંગની દુકાનમાંથી બેંકના રૂપિયા પાંચ કરોડ રોકડા મળી આવ્યા છે. ત્યારબાદ પોલીસ દ્વારા એક ખાનગી બેંકના મેનેજર સહિત દસ લોકોની અટકાયત કરવામાં આવી છે એવી માહિતી મળી છે.
પોલીસને આ ઘટનાને માહિતી મંગળવારે મળી હતી. ત્યાર બાદ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને રોકડ રકમ જપ્ત કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ રકમ એક કોર્પોરેટ બેંકની બ્રાન્ચમાંથી લાવવામાં આવી હતી.
આ રકમ એક આંતરરાજ્ય ગેંગ દ્વારા છેતરપિંડીથી ઉપાડી લેવામાં આવી હતી. આ મામલે એક જાણીતી બેન્કના મેનેજરને ધરપકડ કરીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. એમ કહેવાય છે કે બેંક અધિકારીઓએ સામાન્ય લોકો પાસેથી પૈસા લઈને લોન્ડ્રીમાં જમા કરાવ્યા હતા. આ પછી આ પૈસા રાજ્યની બહારની ગેંગને આપવાના હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ રોકડ આંતરરાજ્ય મની લોન્ડરીંગ યોજનાનો ભાગ હતી જે હેઠળ છત્તીસગઢ અને ગોંદીયામાં પૈસા બમણા કરવામાં આવી રહ્યા હતા. આ ગેંગ સામાન્ય લોકો પાસેથી પૈસા પડાવતી હતી અને તેને બમણા કરવાના વચનથી તેમને લલચાવતી હતી. આ છેતરપિંડીમાં બેંકના અધિકારીઓ પણ સામેલ હતા.
Also read: મહારાષ્ટ્ર સરકાર કૃષિ ક્ષેત્રમાં AIનો ઉપયોગ કરવાનું વિચારી રહી છે: અજિત પવાર
ઇડી અને આરબીઆઈ તપાસ કરશેઃ-
બેંક અધિકારીઓએ આ પૈસા લોન્ડ્રીમાં રાખ્યા હતા જ્યાંથી તેને અન્ય સ્થળે મોકલવાના હતા. આ અંગેની માહિતી હવે ED (અન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) અને RBI (રિઝર્વ બેંક)ને આપવામાં આવી છે અને તેમણે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. ભંડારા પોલીસે જણાવ્યું હતું કે આ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે
લૉન્ડ્રી માલિકની ધરપકડ ઃ-
પોલીસે જણાવ્યું હતું કે રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે અને આ રેકેટમાં સામેલ લોન્ડ્રી માલિકની પણ અટક કરવામાં આવી છે. આ રોકડનો વ્યવહાર લોન્ડ્રી દ્વારા કરવામાં આવી રહ્યો હતો જેના આધારે આ લોન્ડ્રી પર દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યારે પોલીસે દરોડો પાડ્યો ત્યારે પાંચ કરોડની રોકડ રકમ હાથ લાગી હતી. ત્યારબાદ લોન્ડ્રી માલિકની ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસમાં હજી ઘણા આરોપીઓ ફરાર છે અને પોલીસ તેમને શોધી રહી છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને