Gujarat celebrated  Jain pilgrimage Palitana improvement  boost authorities  approved 52 crores

અમદાવાદ: ગુજરાત સરકારે યાત્રાધામોના વિકાસ માટે શરૂ કરેલા અભિયાન અંતર્ગત જૈન તીર્થ સ્થળ પાલિતાણાના (Palitana)વિકાસને નવો વેગ મળશે. જેની માટે રાજ્ય સરકારે 52 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. પાલિતાણાના વિકાસ માટે તેને જોડતા 800 મીટર લાંબા માર્ગોના નવીનીકરણ તથા પૂલોના નવા કામો માટે રૂપિયા 51.57 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. સરકારે અત્યાર સુધી માર્ગોની સુધારણા અને કનેક્ટિવિટી સુદ્રઢ બનાવવાના હેતુસર પાલીતાણા માટે કુલ રૂપિયા 92.07 કરોડ મંજૂર કર્યા છે.

વારંવાર થતી ટ્રાફિક જામની સમસ્યાનું નિવારણ થશે

પાલીતાણા તીર્થમાં આવતા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓને વધુ સુલભ અને સલામત રોડ નેટવર્ક મળશે.આ હેતુસર જૈન તીર્થ સ્થળ પાલીતાણાને તે રકમમાંથી 40.50 કરોડ રૂપિયા 24.90 કિ.મી લંબાઈના 6 રસ્તા અને પૂલોના કામો માટે મંજૂર કરવામાં આવેલા છે. આ રસ્તાઓના નિર્માણ તેમજ વિકાસથી યાત્રાધામનું અંતર ઘટશે અને પાલીતાણા શહેરમાં જવાના રસ્તામાં આવેલા પાલીતાણા-તળાજા રસ્તાના જંકશન પોઇન્ટ પર વારંવાર થતી ટ્રાફિક જામની સમસ્યાનું નિવારણ થશે.

આ પણ વાંચો : પાલિતાણામાં દાદા આદિનાથની ૧૦૮ ફૂટની પ્રતિમા જૈન નગરીનું ગૌરવ છે

રાજ્યના 44 પ્રવાસન સ્થળોના વિકાસ માટે નાણાંની ફાળવણી

આ રસ્તાઓના નિર્માણ તેમજ વિકાસથી સ્થાનિક રહેવાસીઓ અને વ્યાપારીઓને પણ લાભ થશે તથા પાલીતાણા તીર્થ ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસને વધુ વેગ મળશે. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્યના 44 પ્રવાસન સ્થળોને જોડતા માર્ગોની સુધારણા અને કનેક્ટિવિટી સુદ્રઢ બનાવવાના વિવિધ કામો માટે કુલ રૂપિયા 2269 કરોડ ફાળવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને