પોરબંદર: પોરબંદર આમ અનેક ગુનાહિત બનાવોના લીધે ચર્ચામાં રહેલું છે. ત્યારે હવે જિલ્લાના બખરલા ગામે હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પોરબંદરના કુખ્યાત ભીમા હુલા ઓડેદરાના ભાણેજ અને મુળુ મોઢવાડિયા હત્યા કેસમાં સંડોવાયેલા નામચીન મેરામણ ખૂંટી ઉર્ફે લંગીની હત્યા કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: ચૂંટણી ટાણે બિહારમાં ગેંગવોરઃ ‘બાહુબલી’ અનંત સિંહ અને સોનુમોનુ આમનેસામને, રાજકારણ ગરમાયું
મેરામણ ખૂંટીની હત્યા
પ્રાપ્ત વિગતો અનુસાર પોરબંદરના બખરલા ગામે હત્યાનો બનાવ બન્યો છે. આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. જેમાં પોરબંદરના કુખ્યાત મેરામણ ખૂંટી ઉર્ફે લંગી નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. પોરબંદરના કુખ્યાત મેરામણ ખૂંટી કુખ્યાત ભીમા હુલા ઓડેદરાના ભાણેજ અને મુળુ મોઢવાડિયા હત્યા કેસમાં સંડોવાયેલા હતા.
છેલ્લા ઘણા સમયથી વિવાદ
મળતી વિગતો અનુસાર મેરામણ ખૂંટી અને આરોપીઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ હત્યા જૂની અદાવતમાં થઈ હોવાની આશંકા છે. આ હત્યાની ઘટના અંગે બગવદર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અત્રે એ પણ નોંધવું રહ્યું કે મેરામણ સામે 4 હત્યા, 2 હત્યાના પ્રયાસ સહિત 14 જેટલા ગુના નોંધાયેલા હતા.
ગ્રામ્ય પોલીસે આપ્યું નિવેદન
હત્યાના બનાવ અંગે ગ્રામ્ય પોલીસે નિવેદન આપ્યું હતું. પોલીસે વિગતો આપતા કહ્યું હતું કે જૂના મનદુ:ખમાં મેરામણ ખુંટીની હત્યા કરવામાં આવી હતી. ગામનાં મંદિર નજીક તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી આરોપીઓ ફરાર થયા હતા. આરોપીઓની શોધખોળ હાલ ચાલી રહી છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને