Gautam Adani reached Prayagraj

અમદાવાદઃ ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ઘરે ટૂંક સમયમાં શરણાઈના સૂર ગૂંજશે. મંગળવારે મહાકુંભમાં આવેલા ગૌતમ અદાણીએ ખુદ આ જાહેરાત કરી હતી. ગૌતમ અદાણીએ કહ્યું, તેમના પુત્ર જીત અદાણીના લગ્ન 7 ફેબ્રુઆરીએ હીરા વેપારીની પુત્રી સાથે થશે. બંને અમદાવાદમાં એક સાદા સમારોહમાં લગ્નના બંધનમાં બંધાશે. આ માટે અમદાવાદમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને સુરક્ષાનો પણ ચાંપતો બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે.

અદાણી પરિવારના નજીકના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આ લગ્ન અમદાવાદ-ગાંધીનગર વચ્ચે આવેલા શાંતિગ્રામમાં થશે. જેમાં પરિવારના નજીકના જ લોકો હાજર રહેશે. લગ્ન સમારોહ ખૂબ અંગત રાખવામાં આવ્યો છે. લગ્નમાં કોઈ મોટી હસ્તીઓ સામેલ નહીં થાય. લગ્ન ગુજરાતના પારંપરિક રીતિ રિવાજથી થશે.

બંને પુત્રોના ફેબ્રુઆરીમાં જ

લગ્નગૌતમ અદાણીના મોટા પુત્ર કરણ અદાણીના લગ્ન 13 ફેબ્રુઆરીના રોજ ગોવામાં થયા હતા અને રિસેપ્શન અમદાવાદમાં રાખવામાં આવ્યું હતું. જોગાનુજોગ નાના પુત્ર કરણ અદાણીના લગ્ન પણ 7 ફેબ્રુઆરીના રોજ થશે. લગ્ન સમારોહમાં સમગ્ર પરિવાર એકત્ર થવાની આશા છે. ગૌતમ અદાણીના મોટા ભાઈ અને નજીકના પરિવારના ઘણા લોકો વિદેશમાં સ્થાયી થયા છે. તેઓ આ મહિનાના અંતમાં શાંતિગ્રામ પહોંચવાની આશા છે.

Also read:મહાકુંભમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પહોંચ્યાઃ ત્રિવેણી સંગમ ખાતે કરી પૂજા અને…

સોશિયલ મીડિયામાં વહેતી થઈ હતી આવી ચર્ચા

લગ્નમાં ઇલોન મસ્કથી લઈ બિલ ગેટ્સ જેવા મહેમાનો સામેલ થશે અને ટેલર સ્વિફ્ટ પરફોર્મ કરશે તેવી સોશિયલ મીડિયા પર થોડા દિવસ પહેલા અટકળો વહેતી થઈ હતી. આ ઉપરાંત મોટેરામાં ભારત-ઈંગ્લેન્ડ વન ડે પણ અન્યત્ર ખસેડવામાં આવશે. તેમજ 10000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 1000 સુપર કાર, સેંકડો ખાનગી જેટ અને 58 દેશોના શેફ ભાગ લેશે તેવી પણ વાત વહેતી થઈ હતી.

2023માં કરી હતી સગાઈ

28 વર્ષીય જીતે માર્ચ 2023માં અમદાવાદમાં એક ખાનગી સમારોહમાં દિવા સાથે સગાઈ કરી હતી. જે બાદ હવે લગ્ન પણ અમદાવાદમાં થશે. પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં પરિવાર સાથે ગંગા આરતી કર્યા પછી તેમણે કહ્યું, મારો ઉછેર અને અમારી કામ કરવાની રીત એક સામાન્ય વ્યક્તિ જેવી જ છે. જીત પણ મા ગંગાના આશીર્વાદ માટે અહીં આવ્યો છે. લગ્ન એક સરળ અને પરંપરાગત કૌટુંબિક પ્રસંગ હશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને