બેંગલૂરૂ: દેશના મોટા ભાગના રાજ્યોમાં ગાયની તસ્કરીના મામલાની ઘટનાનો બનતી રહે છે. ગૌતસ્કરીના મામલામાં સ્થાનિક વહીવટીતંત્ર કડક કાર્યવાહી કરે છે, પરંતુ તેમ છતાં ગૌતસ્કરીની ઘટનાઓ સતત બની રહે છે. કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં ગાય ચોરીની ઘટનાઓ વચ્ચે પ્રભારી મંત્રી મનકલ વૈદ્યએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ગાયની તસ્કરીમાં સંડોવાયેલા લોકોને જાહેર ચોકમાં ગોળી મારી દેવામાં આવશે.
આ પણ વાંચો: ગોધરામાં કારમાં ગૌ તસ્કરી: ગૌતસ્કરોએ ગૌવંશને ક્રૂરતાપૂર્વક કારમાં ભરી- CCTV વાયરલ
ગાયો અને ગોપાલકોના હિતોનું રક્ષણ
પ્રાપ્ત વિગતો અનુસાર કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં ગાય ચોરીની ઘટનાઓ વચ્ચે પ્રભારી મંત્રી મનકલ વૈદ્યએ એક મોટું નિવેદન આપ્યું છે. ગાયોની તસ્કરીમાં સંડોવાયેલા લોકોને જાહેર ચોકમાં ગોળી મારી દેવામાં આવશે. તેમણે કહ્યું હતું કે તેઓ જિલ્લામાં આવી પ્રવૃત્તિઓ ચાલવા દેશે નહીં. તેમણે ખાતરી આપી કે વહીવટીતંત્ર ગાયો અને ગોપાલકોના હિતોનું રક્ષણ કરવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યું છે.
પોલીસને પ્રવૃતિ પર રોક લગાવવા માંગ
ગાય ચોરીની ઘટનાઓ ઘણા વર્ષોથી થતી આવી છે. મે આ અંગે પોલીસ અધિક્ષકને કહ્યું હતું કે આ પ્રવૃતિઓ પર રોક લાગવી જોઇએ અને કોઇ પણ કિંમતે આવું ન થવું જોઇએ. આપણે ગાયની પૂજા કરીએ છીએ, અમે એ પશુને પ્રેમ કરીએ છીએ, તેનું દૂધ પીને આપણે મોટા થયા છીએ. તેમણે પત્રકારોને કહ્યું કે તેમણે પોલીસને સ્પષ્ટપણે કહ્યું કે આવી પ્રવૃતિઓમાં સંડોવાયેલા લોકોની વિરુદ્ધ કઠોર કાર્યવાહી કરવામાં આવે.
મારે આવું ન બોલવું જોઇએ પણ….
જો આવી ઘટનાઓ ચાલુ રહેશે, તો કદાચ મારે આ ન કહેવું જોઈએ, પરંતુ હું ચોક્કસ કરીશ કે આરોપીઓને જાહેર ચોકમાં ગોળી મારી દેવામાં આવે.’ કામ કરો, કમાઓ અને ખાઓ. આપણા જિલ્લામાં રોજગારના ઘણા વિકલ્પો છે, પરંતુ અમે કોઈ પણ કિંમતે ગાયની તસ્કરીમાં સામેલ લોકોને સમર્થન નહીં મળે. તેમનું આ નિવેદન તાજેતરમાં જ હોન્નાવર નજીક એક ગર્ભવતી ગાયની હત્યાની ઘટના સામે ફેલાયેલા આક્રોશ બાદ આવ્યું છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને