Cargo handling started astatine  Kandla Port with electrical  loaders

ભુજ : કેન્દ્રીય અંદાજપત્ર ૨૦૨૫-૨૦૨૬માં ભારતમાં ઝડપભેર થઇ રહેલા ક્લિન ટેક ઇનોવેશનને ધ્યાનમાં રાખીને કચ્છના મહાબંદર કંડલામાં આજે ચાર જેટલા ઇલેક્ટ્રિક વ્હીલ લોડર્સને સામેલ કરાયા છે.

ભારત સરકારના હરિત સાગર ગ્રીન પોર્ટ માર્ગદર્શિકા અનુસાર, દીનદયાળ પોર્ટ ઓથોરિર્ટીએ સ્વયં શિપિંગ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વોલ્વો કંપનીના ચાર ઇલેક્ટ્રિક વ્હીલ લોડર્સની ખરીદી કરીને ગ્રીન પોર્ટ ઓપરેશન્સ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.

પર્યાવરણ માટે હાનિકારક કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા, ઉર્જાની કાર્ય ક્ષમતામાં સુધારો કરવા અને સ્વચ્છ કાર્ગો હેન્ડલિંગ કામગીરીને પ્રોત્સાહન આપવામાં આ પહેલ મહત્વનું યોગદાન આપશે.ઈ.વી. લોડરના ઉપયોગથી ધ્વનિ પ્રદૂષણ ઘટવાની સાથે ઓપરેશનલ અને સમારકામ ખર્ચ ઘટશે. એક પાંચ ટન ડીઝલ લોડરમાં સામાન્ય રીતે દર વર્ષે ૧,૧૫,૨૦૦ લિટર ડીઝલનો વપરાશ થાય છે. જે વાર્ષિક ૩,૧૧,૦૪૦ કિલોગ્રામ જેટલા હાનિકારક કાર્બન ઉત્સર્જન તરફ દોરી જાય છે
તેમ આ મહાબંદરના ચેરમેન સુશીલ કુમાર સિંહે જણાવ્યું હતું.

આ પણ વાંચો…ભાજપના દિગ્ગજ નેતાનું સ્ફટક નિવેદનઃ જાણો જાહેરમાં શું કહ્યું, જૂઓ વીડિયો…

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા હરિત સાગર ગ્રીન પોર્ટ માર્ગદર્શિકા અનુસાર કંડલા બંદર તેના માળખાને વધુ ઉર્જા-કાર્યક્ષમ અને આધુનિક બનાવી રહ્યું છે, જેમાં લો પાવર કન્ઝકશન એલઈડી લાઇટિંગ, ગ્રીન લેન્ડસ્કેપિંગ અને ઇકો-ફ્રેન્ડલી ઓફિસ સ્પેસનો ઉપયોગ સામેલ છે. અહીં ડીઝલને બદલે ઇલેક્ટ્રિક અને સૌર ઉર્જા વડે ચાલતા કાર્ગો હેન્ડલિંગ સાધનોને અપનાવશે જેથી કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થશે તેમ વોલ્વો ઇન્ડિયાના સુરત મહેતાએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને