8 AAP MLAs articulation  BJP successful  Delhi IMAGE BY PRABHAT KHABAR

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટી (આપ) સાથે છેડો ફાડનારા આઠ ધારાસભ્યએ ભાજપ (ભારતીય જનતા પાર્ટી)માં જોડાઈને કેસરિયો ધારણ કરી લીધો છે. ભાજપ સાથે જોડાનારા નેતાઓમાં ભાવના ગૌડ, મદનલાલ, ગિરીશ સોની, રાજેશ ઋષિ, બીએસ જૂન, પવન શર્મા, રોહિત મેહરોલિયા અને નરેશ યાદવનો સમાવેશ થાય છે. આ સાથે પૂર્વ ધારાસભ્ય વિજેન્દ્ર ગર્ગ, મ્યુનિસિપલ કાઉન્સિલર અજય રાય અને સુનીલ ચઢ્ઢા પણ ભાજપમાં જોડાયા છે.

માત્ર 24 કલાક પહેલા જ આ બધા ધારાસભ્યોએ આમ આદમી પાર્ટી પર ભ્રષ્ટાચાર અને ભેદભાવનો આરોપ લગાવીને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. આ બધાને AAP તરફથી ટિકિટ મળી ન હતી, જેના કારણે તે બધા ગુસ્સે હતા. જ્યારે આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો કે આ ધારાસભ્યો પર ભાજપ અને કોંગ્રેસ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું.

આપણ વાંચો: વિધાનસભાની ચૂંટણી લડવા 40 લાખની જરુરઃ આતિશિએ દિલ્હીવાસીઓને ‘દાન’ આપવાની કરી અપીલ

‘આપદ્દા’માંથી થયા મુક્ત

દિલ્હી ભાજપના પ્રભારી બૈજયંત પાંડા અને પ્રદેશ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાની હાજરીમાં AAPના ભૂતપૂર્વ ધારાસભ્ય વિજેન્દ્ર ગર્ગ અને અન્ય ઘણા નેતાઓ પણ ભાજપમાં જોડાયા.

ધારાસભ્યો અને નેતાઓનું ભાજપમાં સ્વાગત કરતા, પાંડાએ કહ્યું કે આ એક ઐતિહાસિક દિવસ છે કારણ કે તેઓ આ ‘આપદ્દા’માંથી મુક્ત થયા છે અને આશા વ્યક્ત કરી કે 5 ફેબ્રુઆરીની ચૂંટણી પછી દિલ્હી પણ તેનાથી મુક્ત થશે.

આપણ વાંચો: દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાંચ ગેરેન્ટી સાથે ઉતરશે ચૂંટણીના મેદાનમાં? આ મુદ્દા પર છે નજર

રાજીનામા પત્રમાં ભ્રષ્ટાચારનાં આરોપ

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી નારાજ હોવાની ચર્ચા વચ્ચે રાજેશ ઋષિએ અરવિંદ કેજરીવાલને પત્ર લખીને રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામા પત્રમાં આરોપ લગાવ્યો કે પાર્ટીએ તેના મૂળભૂત સિદ્ધાંતો છોડી દીધા છે અને ભ્રષ્ટાચારમાં ડૂબી ગઈ છે.

તેમણે એમ પણ લખ્યું કે સંતોષ કોલીના બલિદાન સાથે ખોટી રીતે વર્તવામાં આવ્યો હતો. તેના હત્યારાને ટિકિટ આપવામાં આવી, આ પાર્ટીના કાર્યકરો સાથે વિશ્વાસઘાત થયો છે. તેમણે પાર્ટીમાં ભાઈ-ભત્રીજાવાદનો પણ આરોપ લગાવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને